- શૈલેષ ગંગદેવ, આલોકકુમાર દુબે 1 લાખની લાંચ લેતા ઝડપાયા
- ફરિયાદીના કન્ટેનર બાબતે વધુ કવેરી નહી લેવા માંગી હતી લાંચ
- ત્રણેય આરોપીઓની અટક કરી કાર્યવાહી શરૂ કરી
લાંચીયા અધિકારીઓ પર સતત લાંચ રૂશ્વત વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે કચ્છમાં મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ વિભાગમાં ફરજ બજાવતા બે અધિકારી સહિત કુલ ત્રણ આરોપી ફરિયાદી પાસેથી રૂ 1 લાખની લાંચ સ્વીકારતા અધિકારીઓને રંગેહાથે ઝડપી પાડ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, પશ્વિમ કચ્છ લાંચ રૂશ્વત વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જેમાં હેન્ડ બેગોનું કન્ટેનર મુંન્દ્રા પોર્ટમાં નિર્વિઘ્ને પસાર કરવા કસ્ટમ ઓફિસના સુપ્રિટેન્ડેડ શૈલેષ મનસુખ ગેંગદેવ, અને પ્રિવેંટિવ વિભાગના કસ્ટમ સુપ્રિટેન્ડેડ આલોક લક્ષ્મીકાંત દુબે અને વચ્ચે રહેલો નાગરિક રમેશ ગોપાલ ગઢવી નાઓએ ફરીયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી રૂા.1 લાખની લાંચની માંગણી કરી હતી.
આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ભુજ સ્થિત પશ્વિમ કચ્છ એસીબી પોલીસ સ્ટેશનનો સંપ્રર્ક કરી લાંચિયા અધિકારીઓ અંગે ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદીએ વિદેશથી હેન્ડ બેગોનો આયાત માટે ઓર્ડર આપ્યો હતો. કન્ટેનરમાં વધુ ક્વેરી ન કાઢવા માટે લાંચ માંગી હતી.
જે પછી મુન્દ્રા પોર્ટ ખાતે છટકું ગોઠવી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ કામગીરીમાં એસીબીના મદદનીશ નિયામક કે એચ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસીબીના ઇન્ચાર્જ પીઆઇ એલએસ ચૌધરી જોડાયા હતા. ત્રણેય આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


