- અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ ભાજપમાં જોડાયા
- તાલુકા કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા
- દેશના વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે
લોકસભાની ચૂંટણી હજુ તો જાહેર થઈ નથી ને કોંગ્રેસના હોદેદારોમાં ભંગાણ શરૂ થઈ ગયું છે.પાટણ ભાજપ કાર્યાલય ખાતે રાધનપુર કોંગ્રેસના સક્રિય કાર્યકર, રાધનપુર અખિલ આજણા કેળવણી મંડળના પ્રમુખ અને તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નવીન ચૌધરી આજે ભાજપમાં જોડાતા રાધનપુર સ્થાનિક કોંગ્રેસમાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. નવીન ચૌધરીને ભાજપનો ખેસ ધારણ કરાવતા સમયે જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર,રાધનપુર તાલૂકા પ્રમુખ લગધીરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તોઓએ હાજરી આપી હતી. આ બાબતે નવીન ચૌધરીએ જણાવ્યું હતું કે આજે દેશના વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે અને ચો તરફ્ ભારતમાં વિકાસ થઈ રહ્યો છે જે પ્રેરણા લઈને હું પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં નાના કાર્યકર્તા બનીને જોડાયો છું મેં 6 વર્ષ અગાઉ રાધનપુર તાલુકામાં કોંગ્રેસ પ્રમુખ તરીકે કામ કર્યું છે. પણ મને કોંગ્રેસથી કોઈ નારાજગી નથી.


