- યુવાઓને વોટિંગ કરવા પ્રોત્સાહિત કરનારુ થીમ સોન્ગ રજૂ
- અનુરાગ ઠાકુરે થીમ સોન્ગ શેર કરીને કહ્યું વોટ કરે યુવા
- પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કર્યુ હતું આહ્નાન
લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીએ યુવાઓ ઉત્સાહપૂર્વક ભાગીદાર બને તે માટે મન કી બાત કાર્યક્રમમાં આહ્વાન કર્યુ હતું. જે બાદ યુવાઓ મતદાન કરવા પ્રેરાય તે માટે મેરા પહેલા વોટ દેશ કે લિયે ટાઇટલ થાય થીમ સોન્ગ જાહેર કરવામાં આવ્યું છે.
અનુરાગ ઠાકુરે શેર કર્યુ સોન્ગ
રમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ ઠાકુરે આ થીમ સોન્ગ જાહેર કર્યુ હતું. તેઓએ આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું કે તમે વોટ આપો અને યુવાઓને પણ વોટ આપવા માટે પ્રોત્સાહિત કરો. સાથે જ તેમણે પીએમ મોદીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ આહ્વાન કર્યુ હતુ અને જે રીતે રાષ્ટ્ર લોકતંત્રનો સૌથો મોટો પર્વ ઉજવવા તૈયાર થઇ રહ્યું છે. તો મારી સૌને વિનંતી છે કે મારો પ્રથમ વોટ દેશ માટે અભિયાનમાં સામેલ થાઓ અને યુવા મતદારોને પોતાના લોકતાંત્રિક અધિકારોનો પ્રયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા આગ્રહ કરવાનું જણાવ્યું હતું.
યુવાઓને વોટ કરવા કર્યુ આહ્વાન
આ સૉન્ગ શેર કરતી વખતે અનુરાગ ઠાકુરે લખ્યું કે ‘મેરા પહેલા વોટ દેશ કે લિયે’ ગીત સાંભળો અને દરેક સાથે શેર કરો. ચાલો આ ઝુંબેશને આપણી રીતે અને શૈલીમાં આગળ વધારીએ. આ સાથે તેમણે લખ્યું, ‘ચાલો આ જવાબદારી સ્વીકારીએ અને MyGovIndia વેબસાઇટ પર અને પોતાની કોલેજોમાં પોતાના સામૂહિક અવાજની શક્તિની ઉજવણી કરીએ.’
ફર્સ્ટ ટાઇમ વોટરને પીએમ મોદીની અપીલ
ઉલ્લેખનીય છે કે ‘મન કી બાત’ કાર્યક્રમના 110મા એપિસોડમાં યુવાનોને સંબોધિત કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારા યુવા મિત્રો જેટલા વધુ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે તેટલા તેના પરિણામો દેશ માટે વધુ ફાયદાકારક રહેશે. સાથે જ તેમણે પ્રથમ વખત મતદારોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરતા જણાવ્યું હતું કે ’18મી લોકસભા યુવા આકાંક્ષાનું પ્રતિક હશે. સામાન્ય ચૂંટણીના ધમધમાટ વચ્ચે તમે યુવાનો માત્ર રાજકીય ગતિવિધિઓનો ભાગ ન બનો પણ આ દરમિયાન ચર્ચાઓથી પણ સજાગ રહો અને યાદ રાખો કે મારો પહેલો મત દેશ માટે છે.


