- માર્ગ અકસ્માતોનું કારણ માલીના ખરાબ રસ્તાઓ જવાબદાર હોવાનું સામે આવ્યું
- પશ્ચિમ આફ્રિકામાં તાજેતરના સમયમાં માર્ગ અકસ્માતમાં વધારો થયો છે
- દોઢ મહિના પહેલા પણ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 15 લોકોનાં મોત થયા હતા
આફ્રિકન દેશ માલીમાં મંગળવારે સાંજે સર્જાયેલી બસ દુર્ઘટનામાં 31 લોકોનાં મોત થયા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના કેનીબામાં બની હતી જ્યારે એક બસ નદી પરના પુલ પરથી નીચે પડી હતી.
આ દુર્ઘટનાને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો. તેમજ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. અકસ્માતગ્રસ્ત બસ બુર્કિના ફાસો શહેર જઈ રહી હતી. આ અકસ્માતનું કારણ ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે.
પશ્ચિમ આફ્રિકામાં તાજેતરના સમયમાં માર્ગ અકસ્માતમાં વધારો થયો છે. વધતા માર્ગ અકસ્માતોનું કારણ માલીના ખરાબ રસ્તાઓ ગણાવવામાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં રોડ ટ્રાફિકથી થતા મૃત્યુમાંથી લગભગ ચોથા ભાગ આફ્રિકામાં થાય છે.
ઉલ્લેખનીય છે કે, 46 દિવસ પહેલા પણ માલીમાં એક રોડ અકસ્માત થયો હતો. આ દરમિયાન બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 15 લોકોનાં મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


