- આવતીકાલથી બે દિવસ માવઠાની આગાહી
- દ્વારકા અને કચ્છના કેટલાક ભાગમાં પડી શકે છે વરસાદ
- અમરેલી, ભાવનગર, પોરબંદરમાં માવઠાની આગાહી
ગુજરાત રાજ્યમાં ફરી માવઠાની આગાહી છે. જેમાં આવતીકાલથી બે દિવસ માવઠાની આગાહી છે. અમરેલી, ભાવનગર, પોરબંદરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તેમજ દ્વારકા અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદ પડશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદ પડશે. તેમજ 10 થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે. અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. રાજ્યમાં આગામી 1 થી 2 માર્ચ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાધી ઝાપટા પડી શકે છે. આ સાથે જ અરબી સમુદ્રમાં ઊંચાં મોજાં ઊછળશે. આ કારણે ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જેના સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
1 થી 2 માર્ચમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી
આ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યના કેટલાંક ભાગોમાં આગામી 1 થી 2 માર્ચમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 માર્ચ રોજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણ સહિત સૌરાષ્ટ્રના કચ્છ, દેવભૂમિ દ્વારકા, અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા છે.


