- ડિંડોરીમાં અકસ્માતમાં 14 લોકોના મોત, 21 ઇજાગ્રસ્ત
- પારિવારિક પ્રસંગમાંથી પરત ફરતી વખતે થયો અકસ્માત
- ડ્રાઇવરે કાબુ ગુમવતા પીક અપ વાન પલટી જતા અકસ્માત
મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં 14 લોકોના મોત થયા છે. આ સાથે આ ભયાનક અકસ્માતમાં 21 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. શાહપુરા પોલીસ સ્ટેશન અને બિછિયા પોલીસ ચોકી વિસ્તાર હેઠળના બડઝરના ઘાટમાં એક પીકઅપ વાહન નિયંત્રણ બહાર જતાં પલટી મારી ગયું હતું, જેમાં 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ખોળો ભરવાના પ્રસંગેથી પરત આવી રહ્યો હતો પરિવાર
અકસ્માતનો ભોગ બનેલા લોકો બેબી શાવરમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલોની શાહપુરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર ચાલી રહી છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલમાં વિગતવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.
મૃતકોના પરિજનોને રૂ. 4 લાખ અપાશે
મધ્યપ્રદેશના CMOએ ટ્વીટ કર્યું, “ડૉ. મોહન યાદવે ડિંડોરી જિલ્લામાં એક વાહન અકસ્માતમાં અનેક અમૂલ્ય જીવોના નુકસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના પરિજનોને રૂ. 4 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. ઘાયલોની યોગ્ય સારવાર માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે.


