- દેશની સંસદને ખનિજો પર ટેક્સ નક્કી કરવાનો અધિકાર છે કે નહીં?
- 86 અરજીઓ પર સુનાવણી કરી રહી છે સુપ્રીમ કોર્ટની ખંડપીઠ
- રાજ્યોને મળેલી સત્તા, સંસદને ટેક્સ લગાવતા અટકાવે છે? કોર્ટ
કોર્ટે સરકારને પૂછ્યા આ સવાલ
કોર્ટે સ્વીકાર્યું કે બંધારણ હેઠળ રાજ્ય સરકારો ખનિજ જમીન પર ટેક્સ લગાવી શકે છે, પરંતુ બંધારણીય બેન્ચે સવાલ કર્યો કે શું રાજ્યોને આપવામાં આવેલી આ સત્તા કેન્દ્ર સરકારને ટેક્સ નક્કી કરવાથી અટકાવે છે અને શું તે ખનિજ વિકાસને અસર કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘જો રાજ્ય સરકારો બંધારણમાં મળેલ અધિકાર હેઠળ ખનિજ ભૂમિ પર ટેક્સ લગાવો છો તો શું તેનાથી સંસદને પણ બંધારણની સૂચિ 1 હેઠળ અધિકાર નહિ મળી જાય કે તે પણ પોતાના અધિકારનો ઉપયોગ કરે અને ટેક્સ નક્કી કરે’
ખનિજ પર ટેક્સ મામલે સુનાવણી કરતી ખંડપીઠમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ અભય એસ ઓકા, જસ્ટિસ બીવી નાગરથ્ના, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ ઉજ્જલ ભુયાન, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહ સામેલ હતા.
86 અરજીઓ પર સુનાવણી કરી રહી છે ખંડપીઠ
ઝારખંડ અને ઓડિશા સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે બંધારણની 49 એન્ટ્રીમાં નિર્ધારણ વાળી વાત નાથી પરંતુ, કેટલાક નિયંત્રણો લગાવી શકાય છે. રાકેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારને તમામ પ્રકારની જમીન પર ટેક્સ લાદવાનો અધિકાર છે. ઝારખંડના કિસ્સામાં, તેમણે કહ્યું કે ટેક્સ 1.50 રૂપિયા પ્રતિ એકરથી વધુ નહીં હોય અને તે તમામ પ્રકારની જમીન પર લાગુ થશે. ખનીજની જમીન પર રોયલ્ટી કે વેરો ભરવાપાત્ર છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
એવામાં, રાજ્ય સરકારોની દલીલ છે કે તેઓને કરવેરામાં ભારે નુકસાન થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ 86 અરજીઓ પર સુનાવણી કરી રહી છે, જે વિવિધ ખાણ કંપનીઓ, સરકારી કંપનીઓ અને રાજ્ય સરકારો દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીઓમાં વિવિધ હાઈકોર્ટના નિર્ણયો પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.


