- તમિલનાડુના તિરુનવેલીમાં પીએમ મોદીની જનસભા
- પીએમ મોદીએ ડીએમકે સહિત વિપક્ષને લીધા આડેહાથ
- કહ્યુ ડીએમકેને તમારા બાળકોના નહિ પરંતુ પોતાના બાળકની ચિંતા
PM મોદી હાલમાં તમિલનાડુમાં છે. તમિલનાડુમાં તેમની અત્યારે બીજી સભા છે. તેઓ તિરુનવેલીમાં એક કાર્યક્રમ દરમિયાન સભા સંબોધી હતી. તેઓએ કહ્યું કે કાલે હુ તિરુપુર અને મદુરેમાં હતો. આજે મને તિરુનવેલીમાં આવવાનું સૌભાગ્ય મળ્યુ છે. તેઓએ કહ્યું દરેક સ્થળ પર મને નાના બાળકોથી લઇને વૃદ્ધો , મહિલાઓ તથા દરેક વર્ગની હાજરી જોવા મળી. જે દર્શાવે છે કે તમિલનાડુનો દરેક વર્ગ, દરેક સમાજ આજે પૂરા આત્મવિશ્વાસ સાથે ભાજપની સાથે ઊભો જોવા મળે છે.
યોજનાઓ દક્ષિણ સુધી પહોંચી રહી છે – પીએમ મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યુ કે આજે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને લગતી યોજનાઓનો લાભ ભારતના દક્ષિણ ખૂણા સુધી પહોંચી રહ્યો છે… 5 વર્ષ પહેલાં તમિલનાડુમાં માત્ર 20 લાખ ગ્રામીણ ઘરોમાં નળનું પાણી હતું, આજે જલ જીવન મિશનને કારણે ગ્રામીણ વિસ્તારોમાં 1 કરોડથી વધુ ઘરોમાં, નળ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે…”
ડીએમકે પાર્ટી કંઇ કામ કરતી નથી- પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ડીએમકે એક એવી પાર્ટી છે જે કામ કરતી નથી પરંતુ ખોટી ક્રેડિટ લેવા માટે આગળ આવી જાય છે. તમિલનાડુ ડીએમકેના આ નેતાઓ કંઈ જોઈ શકતા નથી, તેથી તેઓ ભારતની પ્રગતિ જોઈ શકતા નથી.
ભાજપ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત લઇને ચાલનારી પાર્ટી: PM MODI
તેમણે ઇન્ડિ ગઠબંધન પર પ્રહાર કરતા જણાવ્યુ કે ભાજપ રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંત પર ચાલનારી પાર્ટી છે. પાકિસ્તાનમાંથી અભિનંદનને સુરક્ષિત પરત લાવ્યા. કતારમાંથી ભારતીયોને ફાંસીની સજા થઇ હતી તેઓને ભારત સરકાર સુરક્ષિત લાવી. જો કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર હોત તો શું આ સંભવ હોત ? કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર તો એવી રહી છે કે વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીયની સુક્ષા માટે પણ કંઇ કરી શકી ન હતી.
ડીમકે રામમંદિર નિર્માણથી ખુશ નહી ?
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુનિયા જાણે છે કે તમિલનાડુની ધરતીનું ભગવાન શ્રી રામ સાથે શું જોડાણ છે. સદીઓ પછી રામ મંદિરના નિર્માણથી સમગ્ર દેશ ખુશ છે. આ જ વિષય પર સંસદમાં એક પ્રસ્તાવ આવ્યો હતો પરંતુ આ દરમિયાન ડીએમકેના તમામ સાંસદો ગૃહમાંથી ભાગી ગયા હતા. ડીએમકેના આ વર્તનથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે તેઓ તમારી આસ્થાથી કેટલી નફરત છે.


