- BJP કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક શરૂ
- વડાપ્રધાન મોદી કરી રહ્યા છે અધ્યક્ષતા
- મોડી રાત સુધી ચાલી શકે છે સમિતિની બેઠક
દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠક માટે ભાજપ મુખ્યાલય પહોંચી ગયા છે. હાલ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ રહી છે. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પદાધિકારીઓ હાજર છે.
મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પહેલી યાદીની જાહેરાત થઈ શકે છે. જાણકારોનું માનવું છે કે પહેલી યાદીમાં અનેક મોટા નેતાઓના નામની જાહેરાત થઈ શકે છે. તો સાથે સાથે ભાજપ એક વિશેષ રણનીતિ હેઠળ પહેલી યાદીમાં એવી બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે જ્યાં ભાજપ ક્યારેય જીતી નથી અથવા તો 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી. મહત્વનું છે કે, ઉમેદવારોની પહેલી લિસ્ટમાં 80થી 120 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે.


