- જિ.પં. પૂર્વ કારોબારી ચેરમેન હરિભાઈ પટેલે પાણી પુરવઠા મંત્રીને પત્ર લખ્યો
- પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખીને રજૂઆત કરી
- સિદ્ધપુર અને પાટણના ચાર ગામનાં તળાવો પાણીથી ભરવા માંગ કરાઇ
સુજલામ સુફ્લામ્ માતપુર બ્રાહ્મણવાડા પાઇપ લાઇનમાંથી 3 કિલોમીટરની રેન્જમાં આવતા ઊંઝા તાલુકાના 22 અને સિદ્ધપુર અને પાટણના મળી કુલ 26 તળાવો ભરવા પૂર્વ ચેરમેન કારોબારી સમિતિ જિ.પં. મહેસાણા હરિભાઈ પટેલ દ્વારા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખીને રજૂઆત કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુજલામ સુફલામ્ માતપુર બ્રાહ્મણવાડા પાઈપલાઈનમાંથી તળાવો લીંક કરવા અને આ પાઇપલાઇનની ત્રણ કિમીની રેન્જમાં આવતાં ઊંઝા તાલુકાના 22 અને સિદ્ધપુર અને પાટણના ચાર ગામનાં તળાવો પાણીથી ભરવા માંગ કરાઇ છે. જેમાં અમુઢ, કણી, ટુંડાવ, મકતુંપુર, બ્રાહ્મણવાડા, કામલી શિર્હીં સુણોક ડાભી સુરજનગર, વરવાડા સહિત તેમજ પાટણ જિલ્લાના કની, ચંદ્રાવતી, વિસલ વાસણાના ચાર સહિત કુલ 26 તળાવો ભરવા રજુઆત કરાઇ છે. આ સિવાયના અગાઉ મંજૂર થયેલા સાત ગામોના તળાવો મકતુપુર, ટુંડાવ ગામ તળાવ કામેશ્વર તળાવ, સુણક, બ્રાહ્મણવાડ, વરવાડા ભરાયેલા છે. ઉલ્લેખનીય છે કે, ઊંઝા તાલુકાના 22 ગામડાઓમાં માતપૂર બ્રાહ્મણવાડા પાઇપ લાઇન થકી તળાવમાં ભરવામાં આવશે તો આ વિસ્તાર હરિયાળો બનશે.


