- 6 વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનારની બદલી
- 7 દિવસમાં બદલી વાળી જગ્યાએ હાજર થવા આદેશ
- અમદાવાદ શહેર પોલીસ કમિશનરે લીધો નિર્ણય
અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં ધરખમ ફરેફારો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ પોલીસ તંત્રના ઇતિહાસમાં એક સાથે 1472 પોલીસ કર્મચારીઓની બદલી કરી છે.જેમાં ખાસ કરીને ઘણા પોલીસ કર્મચારીઓ પોતાની બદલીની રાહ જોઈ રહ્યા હતા. તો ઘણા એવા પોલીસ કર્મચારી હતા, જે જમાવીને બેઠા હતા. તે તમામની પ્રથમ તબક્કામાં બદલી કરવામાં આવી છે. PSI, PI બાદ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIની મોટાપાયે બદલી કરવામાં આવી છે અને આવનારા સમયમાં હજી વધુ બદલી કરવામાં આવશે તે નક્કી છે.
લોકસભાની ચૂંટણી પહેલા મોટા બદલાવ
લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં પોલીસ કર્મચારીઓની મોટાપાયે બદલીના આદેશ કરાયા છે. આ આદેશમાં 1472 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. 6 વર્ષથી એક જ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. 7 દિવસમાં તમામને બદલી વાળી જગ્યા પર હાજર થવા આદેશ કર્યો છે.મહત્વની વાત તો એ છે કે,અગાઉ પણ અમદાવાદ પોલીસ કમિશનરે પોલીસ કોન્સ્ટેબલની બદલીના આદેશ કર્યા છે.
પહેલા કયારે થઈ હતી બદલી
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી,એસ,મલિકે અગાઉ 9 નવેમ્બર 2023ના રોજ પણ એક સાથે 1124 પોલીસ કર્મીઓની બદલી કરી હતી.ત્યારે 7 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.


