- દુબઈના શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ હાજર રહ્યા
- બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ હજી પણ પહોંચી રહ્યા છે
- બિલ ગેટ્સ અને ભૂતાનના રાજા પહોંચ્યા છે
છેલ્લા થોડાં દિવસોથી જે અંબાણી પરિવારના અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ ઈવેન્ટ અંગે ચર્ચા ચાલી રહી છે તેની શરૂઆત થઈ છે. આ દરમિયાન હજી પણ મહેમાનોનું આગમાન ચાલી રહ્યું છે. જેમાં બિલ ગેટ્સનું જામનગરમાં આગમન થયું છે. જેના અગાઉ દુબઈના શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ જામનગર પહોંચ્યા હતા.
આ ઉપરાંત ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક પણ જામનગર પહોંચ્યા છે. જેમને મુકેશ અંબાણી દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો. જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન માટે બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ હજી આજે પણ જામનગર પહોંચી રહ્યા છે.
અંબાણી પરિવારને ત્યાં આજથી ત્રિદિવસીય પ્રિ-વેડિંગ ફંકશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં અંબાણી પરિવારની સ્પીચ, સ્ટાર્સના પર્ફોમન્સ, વનતારા શો, ડ્રોન શો અને રિહાના પર્ફોમન્સ કરશે. તેમજ તમામ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડિનર યોજાશે.
ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ રહી છે. જેના માટે ઉદ્યોગજગતના પણ દિગ્ગજો પહોંચી રહ્યા છે. આ માટે તેમજ કોવિડ વેક્સિન બનાવનાર પુનાવાલા પણ જામનગરમાં જોવા મળ્યા છે. તેમજ આનંદ મહિન્દ્રા પણ પત્ની સાથે પહોંચ્યા છે.
આ તરફ જામનગરમાં સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ 7 SP, 12થી વધુ DYSP તથા પીઆઇ અને પીએસઆઇ સહિત 900 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે જામનગર એરપોર્ટ પર પણ 120થી વધુ ફ્લાઈટ અવર જવર કરી ચુકી છે. જેને યોગ્ય રીતે મેનેજ કરવામાં આવ્યું છે.


