- ‘નમસ્તે’ અને ‘અતિથિ દેવો ભવઃ સાથે સ્વાગત કર્યું
- ફેવરિટ પૌત્ર અનંતના વેડિંગ ફંક્શન જામનગરમાં યોજ્યું
- આજનું જામનગર ધીરુએ જોયેલા સપનાનું વાસ્તિવક સ્વરૂપ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ ઈવેન્ટની જામનગરમાં શરૂઆત થઈ છે. આ દરમિયાન પહેલા દિવસે દેશ વિદેશથી આવેલા મહેમાનોનું મુકેશ અંબાણી દ્વારા સ્વાગ્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓ પોતાના પિતાને યાદ કરીને ભાવુક થયા અને કહ્યું કે, તેમના ફેવરિટ પૌત્ર અનંતનું વેડિંગ ફંકશન આજે તેમની મનપસંદ જગ્યા જામનગરમાં યોજાઈ રહ્યું છે.
‘અતિથિ દેવો ભવઃ સાથે સ્વાગત કર્યું
જામનગરમાં ત્રણ દિવસ ચાલનાર ફંકશન માટે દેશ વિદેશના દિગ્ગજો પહોંચ્યા છે. આ દરમિયાન મુકેશ અંબાણીએ મહેમાનનો આવકાર આપતાં કહ્યું કે, ‘નમસ્તે’ અને ‘અતિથિ દેવો ભવઃ . જેના સાથે જ કહ્યું કે, ભારતીય પરંપરા પ્રમાણે અમે અમારા દરેકે દરેક મહેમાનોને અતિથિ દેવો ભવઃ કહીએ છીએ. એટલે કે અમે અમારા મહેમાનને ભગવાનનો દરજ્જો આપીએ છીએ. જ્યારે હું તમને નમસ્તે કરું છું ત્યારે મારામાં રહેલી પવિત્રતા તમારામાં રહેલી પવિત્રતાનું અભિવાદન કરે છે. તમે બધાએ લગ્નના માહોલને મંગલમય બનાવી દીધો છે. આભાર દિલથી આભાર.
પિતાના ફેવરિટ પૌત્ર અનંત માટે જામનગર ખાસ
આ સાથે જ મુકેશ અંબાણીએ પોતાના પિતાને યાદ કરીને કહ્યું કે, અનંત અને રાધિકા જ્યારે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે ત્યારે આપ સૌના આશીર્વાદ તેમના માટે શુભ રહેશે. સ્વર્ગમાંથી મારા પિતાજી ધીરુભાઈ અંબાણી તેમના પર આશીર્વાદ વરસાવી રહ્યા હશે. મારા પિતાજી આજે ઘણાં જ ખુશ થઈ રહ્યા હશે, કારણ કે તેમના ફેવરિટ પૌત્ર અનંતના વેડિંગ ફંક્શન આજે તેમની મનપસંદ જગ્યા જામનગરમાં યોજાઈ રહ્યા છે. જામનગર પિતાજીને મારા માટે કર્મભૂમિ રહી છે.

જામનગર કર્મભૂમિને યાદ કરી
જામનગર અંગે વાત કરતાં અંબાણીએ ઉમેર્યું હતું કે, અનંત અને રાધિકા તમારા આશીર્વાદથી આજીવન ભાગીદારીની સફર શરૂ કરી રહ્યા છે, ત્યારે સૌભાગ્યનો બારમાસી પાક નીકળશે, જેની વિપુલતા ક્યારેય ઓછી નહીં થાય. આજે, મારા પિતા ધીરુભાઈ પણ સ્વર્ગમાંથી પુષ્કળ આશીર્વાદ આપી રહ્યા છે. મને ખાતરી છે કે તેઓ બમણા ખુશ છે કારણ કે અમે જામનગરમાં તેમના પ્રિય પૌત્ર અનંતના જીવનના આ ખુશી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. જામનગર મારા અને મારા પિતા માટે મારી કર્મભૂમિ (કાર્યસ્થળ) બની ગયું છે. આ એક એવું સ્થળ છે જ્યાં તેને પોતાનું મિશન, જુસ્સો અને હેતુ મળ્યો. જામનગર સંપૂર્ણપણે વેરાન ભૂમિ હતી, ત્રીસ વર્ષ પહેલાં રણ હતું.

જામનગર ટર્નિંગ પોઈન્ટ રહ્યું છે
જામનગરને લઈ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, જામનગર એ જગ્યા જ્યાં મિશન, પેશન ને પર્પઝ (હેતુ)ની પ્રાપ્તિ થઈ. 30 વર્ષ પહેલા જામનગર એક ઉજ્જડ રણ જેવું હતું. આજે તમે જે જામનગર જોઈ રહ્યા છો તે ધીરુભાઈ અંબાણીએ જોયેલા સપનાનું વાસ્તિવક સ્વરૂપ છે. રિલાયન્સના ઇતિહાસમાં જામનગર ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું છે. તે હંમેશાં અમારા માટે એવું સ્થાન બની રહેશે, જ્યાં અમે ભવિષ્યના બિઝનેસ લૉન્ચ કરતા રહીશું, જનકલ્યાણના કાર્યો કરતાં રહીશું. અમારો એક માત્ર હેતુ ભારતની પ્રગતિમાં વૃદ્ધિ કરવાનો અને પૃથ્વી તથા પૃથ્વીવાસીઓના કલ્યાણમાં વધારો કરવાનો છે.


