- દિયાકુમારી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે
- TMC દ્વારા જે મહિલા પર અત્યાચાર ગુજારવાને લઈ કર્યા ધરણાં
- ભાજપના મોટા નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો
ભાજપે ચૂંટણી પ્રચાર જોરશોરથી શરુ કરી દીધો છે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. જેમાં આજે તેઓ જામનગર આવી પહોંચ્યા હતાં તેઓએ સૌ પ્રથમ શહેરના બાલા હનુમાન મંદિરે પૂજા અર્ચના કરી દર્શન કર્યા હતા અને ત્યારબાદ મધ્યસ્થ કાર્યાલય ખાતે જામનગર જિલ્લા અને શહેર ભાજપના કાયર્કરો ભાઈઓ અને બહેનો સાથે લોકસભા ચૂંટણીની વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી હતી.
TMCના વિરોધમાં ધરણા
લોકસભાની ચૂંટણી માં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે -સાથે આ કાર્યક્રમ પૂર્વે મહિલાઓને સાથે રાખી TMC દ્વારા જે મહિલા પર અત્યાચાર કરવામાં આવી રહ્યાં છે તેના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમ, મહિલા ધારાસભ્ય રીવાબા જાડેજા,ભાજપ મહિલા મોરચાની બહેનો, મહિલા નગરસેવિકા સહીત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
મહિલાઓને સંબોધન
જામનગરમાં હાપા રોડ પર આવેલ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ ખાતે તેઓએ મહિલા સંમેલનમાં હાજરી આપી સંબોધન કર્યું હતું. મહિલા સંમેલનમાં તેઓએ જણાવ્યું કે,આજે જામનગરમાં અલગ-અલગ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ આ સંમેલનમાં આવી છે તેઓ ભાજપમાં જોડાઈ ને કેવી રીતે અન્ય મહિલાઓ પણ ભાજપમાં જોડાઈ અને પ્રધાનમંત્રીએ વિકાસના કાર્યો કર્યા છે, તેને ધ્યાનમાં રાખી મહિલાઓની સંખ્યા પાર્ટીમાં વધારવામાં આવશે સાથે-સાથે આ લોકસભાની ચૂંટણીમાં મહિલાઓ વધુમાં વધુ મતદાન કરે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.


