By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    4 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 day ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉત્તર ગુજરાતમાં 1 જ દિવસમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન ગગડયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં 1 જ દિવસમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન ગગડયું

agragujaratnews
Last updated: 2024/03/04 at 6:30 AM
2 years ago
Share
ઉત્તર ગુજરાતમાં 1 જ દિવસમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન ગગડયું
SHARE

  • આ શિયાળામાં સતત ત્રીજી વખત કમોસમી વરસાદ
  • 47 તાલુકાઓ પૈકી 40 તાલુકામાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થયો
  • છેલ્લા 12 વર્ષમાં પાંચ વખત માર્ચમાં કમોસમી વરસાદ

શિયાળાના અંતમાં અને ઉનાળાના આગમન સમયે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ છે. બીજી તરફ ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને કારણે એક જ દિવસમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન ગગડી જતાં ફરી એક વખત ઠંડીનો ચમકારો અનુભવાયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીને પાર કરી જતાં ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો. પરંતુ શનિવારે કમોસમી વરસાદ થતાં પારો ગગડીને 12 ડિગ્રીએ આવી જતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. હજુ આગામી ત્રણ દિવસ ઠંડીનો ચમકારો રહેશે અને બાદમાં લઘુત્તમ તાપમાન ઉંચકાવા લાગશે. આગામી સપ્તાહથી ઉનાળાનો પણ પ્રારંભ થઈ શકે છે. જો કે ઉનાળાના આગમ પહેલાં કુદરતે કરવટ બદલતાં કરા સાથે પડેલા કમોસમી વરસાદથી હજારો હેક્ટરમાં રવી પાકોને નુકસાન થયુ છે. જેના પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

ગયા વર્ષે માર્ચ મહિનાના પ્રારંભે જ કમોસમી વરસાદ થયો હતો. હોળીના સમયગાળા દરમિયાન તો જાણે ચોમાસુ મંડાઈ ગયુ હોય તેવો વરસાદ પડયો હતો. જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ હતુ. ઘઉંનો મોટાભાગનો પાક પલળી જતાં ખેડૂતોને મણ દીઠ 200 રૂપિયા જેટલો ઓછો ભાવ મળ્યો હતો. દરમિયાન સતત બીજા વર્ષે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ શનિવારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડયો હતો. વરસાદની સાથે કરા પણ પડયા હતા, જેના પગલે તૈયાર રવી પાકોને વ્યાપક નુકસાન થયુ છે. કમોસમી વરસાદ બાદ વાતાવરણ પણ પલટાઈ ગયુ છે અને ઉનાળાના આગમનની તૈયારીઓ વચ્ચ ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. શનિવારે ડીસાનું લઘુત્તમ તાપમાન ર1.ર ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે કમોસમી વરસાદ થતાં તાપમાન ગગડીને શનિવારે 12.4 ડિગ્રી નોંધાયુ હતુ. એક જ દિવસમાં પારો 8.8 ડિગ્રી ગગડી જતાં કડકડતી ઠંડીનો લોકોએ અનુભવ કર્યો હતો.

ઠંડાગાર વાતાવરણ વચ્ચે ઠંડા પવન ફૂંકાતાં શિયાળાના મધ્યમાં ઠંડી પડે તેવો લોકોએ અનુભવ કર્યો હતો અને ફરીથી ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.

હજુ આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહશે. ત્યાર બાદ તાપમાન ઉચકાવા લાગશે અને માર્ચ મહિનાના બીજા સપ્તાહતી ધીમા પગલે ઉનાળાની શરૂઆત થઈ જવાની શક્યતાઓ રહેલી છે.

છેલ્લા 12 વર્ષમાં પાંચ વખત માર્ચમાં કમોસમી વરસાદ

છેલ્લા 12 વર્ષમાં માર્ચ મહિનામાં વર્ષ 20 13, 1015, 20 20 , 20 23 અને 2024માં કમોસમી વરસાદ થયો હતો. જેમાં વર્ષ 20 13 અને 2020 માં વરસાદી ઝાપટાં થયાં હતા. જ્યારે 2015માં ડીસામાં 15 મી.મી. વરસાદ થયો હતો. ગયા વર્ષે તો છેલ્લા 12 વર્ષમાં પ્રથમ વખત ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનામાં એકથી દોઢ ઈંચ વરસાદ થયો હતો. ગત વર્ષે તા. 17થી 19મી માર્ચ સુધી કડાકા-ભડાકા અને તેજ પવન ફૂંકાવા સાથે વરસાદ વરસ્યો હતો અને ઉત્તર ગુજરાતના 37 તાલુકામાં વરસાદ થયો હતો.

શિયાળાના આરંભથી જ વાતાવરણમાં પલટો નોંધાયો

શિયાળાની શરૂઆતથી જ વાતાવરણમાં સતત પલટો આવતો રહ્યો છે. શિયાળાના પ્રારંભે જ 26 નવેમ્બરના રોજ ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો હતો અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. ત્યારબાદ 3 ડિસેમ્બરના રોજ પણ ફરીથી ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠુ થયુ હતુ. જ્યારે શિયાળાના અંતમાં પણ ર માર્ચે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો હતો. ઉત્તર ગુજરાતના 47 તાલુકાઓ પેકી 40 તાલુકામાં શનિવારે દિવસ દરમિયાન કમોસમી વરસાદ થયો હતો. જેમાં બનાસકાંઠાના ધાનેરા અને ભાભરમાં એક ઈંચ જેટલો અને સાબરકાંઠાના વડાલીમાં 20 મી.મી વરસાદ નોંધાયો હતો.

નુકસાનનો સર્વે કરાવી ખેડૂતોને સહાય આપવા રજૂઆતો

કમોસમી વરસાદથી ઘઉં,રાયડો, મકાઈ, વરિયાળી, જીરું, તરબૂચ સહિતના પાકોને નુકસાન થયુ છે. જેના પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. દરમિયાન અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં સર્વે કરાવી ખેડૂતોને નુકસાની સહાય આપવામાં આવે તેવી બાયડ ધારાસભ્ય

ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે. અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ પણ રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરી સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.

પાક પલળી જતાં ખેડૂતોને વ્યાપક નુકસાન

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 3.69 લાખ હેક્ટરમાં ઘઉંનુ વાવેતર કરવામાં આવ્યુ હતુ. ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો લણણીની તૈયારીઓ કરી રહ્યા છે તેવા સમયે જ વરસાદ થતાં તૈયાર ઘઉં પલળી ગયા છે. વરસાદ થતાં ઘઉં કાળા પડી જવા સાથે દાણો પાતળો થઈ જાય તો ખેડૂતોને ભાવ ઓછા મળવાની દહેશત રહેલી છે. આ જ રીતે ર.રપ લાખ હેક્ટરમાં રાયડો,1.27 લાખ હેક્ટરમાં બટાકા,92 હજાર હેક્ટરમાં જીરું,63 હજાર હેક્ટરમાં ચણા,38 હજાર હેક્ટરમાં તમાકુ,રપ હજાર હેક્ટરમાં વરિયાળી,11 હજાર હેક્ટરમાં મકાઈ,39 હજાર હેક્ટરમાં શાકભાજી મળી કુલ 13 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યુ હતુ. તમામ રવી પાકો તૈયાર થવા આવ્યા છે. તે સમયે જ વરસાદે ખેડૂતોની હાલત બગાડી નાખી છે.

કરા પડવાથી બાયાગતી પાકોને નુકસાન થયું

કમોસમી વરસાદની સાથે ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં કરા પણ પડયા હતા. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ પપૈયાનું વાવેતર કરવામાં આવેલ છે. તૈયાર થઈ ગયેલા પપૈયાના ફળ ઉપર કરા પડતાં નુકસાન થયુ છે. બીજી તરફ પપૈયાના ઝાડ પણ પવનને કારણે ભાગી પડતાં ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે. ભારે પવનને કારણે અનેક જગ્યાએ ઘઉંનો પાક પણ આડો પડી ગયો હતો. જયારે વરિયાળીના છોડ પણ પવનમાં ભાંગી ગયા હતા.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
ધર્મ

ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ

Editor By Editor 4 hours ago
DH કોલેજના ઇતિહાસ ભવન બ્રિજ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ
માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી
ચીખલીયામાં રૂરલ એસઓજીનો દરોડો: 17 કિલોથી વધુ ગાંજા સાથે કોઠારિયાનો પેડલર ઝડપાયો
મહામંડલેશ્વર મહેદ્રાનંદ ગિરીના  હસ્તે જૈન વિઝનનાં મિલન કોઠારીનું સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?