- કરજણ તાલુકાના કણભા ગામે ચકચારી બનાવ બન્યો
- શહેરના કણભા ગામે શાંતિ ડહોળવાનો પ્રયાસ
- મંદિર પાસે મોટી સંખ્યામાં ગ્રામજનો એક્ઠા થયા
વડોદરાના કણભા ગામે શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. જેમાં અજાણ્યા શખ્સોએ મંદિરમાં તોડફોડ કરી છે. તેમજ મંદિરમાં મૂર્તિ તોડી ગાયબ કરતા લોકોમાં રોષ ફેલાયો છે. તેથી મંદિર પાસે મોટી સંખ્યામાં ગ્રામજનો એક્ઠા થયા છે. જેમાં કરજણ તાલુકાના કણભા ગામે ચકચારી બનાવ બન્યો છે.
વેરાઈ માતાના મંદિરમાં મૂર્તિ તોડી નાખી
ગામમાં આવેલ વેરાઈ માતાના મંદિરમાં મૂર્તિ તોડી નાખતા કોઈ આવારા તત્ત્વો બેફામ બન્યા છે. ગામમાં આગ ચાપવાના ઈરાદા સાથે મંદિરની મૂર્તિ તોડી ગાયબ કરી દેતા લોકોમાં રોષ ફેલાતા મંદિર પાસે લોકોના ટોડા એકઠા થયા છે. આગઉ રામ મંદિર મુદ્દે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો. ગામના વિધર્મીઓની પોસ્ટને લઈ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
યાત્રા પર કટ્ટરપંથીઓના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો
અગાઉ વડોદરા જિલ્લાના પાદરાના ભોજ ગામે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા પર કટ્ટરપંથીઓના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં 10 મહિલાઓ સહિત ઘણા લોકોને ઈજાઓ પહોંચી હતી. આ મામલે પોલીસે 26 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.


