કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ પક્ષના સભ્ય અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દિધુ છે. અર્જૂન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ પક્ષના સભ્ય અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દિધું છે. અર્જૂન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું છે.
જૂનાગઢ લોકસભા બેઠક પરથી ભાજપ અર્જૂન મોઢવાડિયાને ઉમેદવાર બનાવી શકે છે. જૂનાગઢ બેઠક પરથી સાંસદ રાજેશ ચુડાસમાનું પત્તું કપાઈ શકે છે. અર્જૂનભાઈ મેર સમાજમાંથી આવે છે. જૂનાગઢ લોકસભા બેઠક ઉપર મેર સમાજના મતો પણ મોટી સંખ્યામાં છે. ત્યારે જૂનાગઢ બેઠક પરથી ભાજપ અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત લોકસભાની 26 માંથી 15 સીટ પર ઉમેદવાર જાહેર થઇ ચૂક્યા છે પરંતુ તેમાં જૂનાગઢ સીટ પર ઉમેદવાર જાહેર નથી કરાયા જેને લઇ ચર્ચાઓ જાગી છે કે જૂનાગઢ લોકસભાથી ભાજપ અર્જૂન મોઢવાડિયાને ચૂંટણી લડાવી શકે છે.
અર્જૂન મોઢવાડિયાની રાજકીય કારકિર્દી
અર્જૂન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત વર્ષ 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. અર્જૂન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી. અર્જૂન મોઢવાડિયાની ગણના માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાં થાય છે. તેઓ મેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે. પોરબંદરમાં મેર સમાજ ઉપરાંત માછીમાર સમાજ, કોળી સમાજ, દલિત અને અન્ય ઓબીસી સમાજનું વર્ચસ્વ છે.


