- હવામાં બે વિમાન અકસ્માતનો ભોગ બન્યા
- ટ્રેઈની વિમાનમાં સવાર બે લોકોનાં મોત
- દુર્ઘટનાની સંયુક્ત રીતે તપાસ શરૂ કરાઈ
કેન્યાની રાજધાની નૈરોબી નેશનલ પાર્કની ઉપર એક મોટો અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ, 40 મુસાફરોને લઈ જઈ રહેલા બે વિમાન હવામાં અથડાઈ ગયા છે. આ અંગે પોલીસે બુધવારે જણાવ્યું હતું કે નૈરોબી નેશનલ પાર્કની ઉપર હવામાં બે વિમાનો અથડાયા હતા. આમાં નાનું પ્લેન પાર્કમાં ક્રેશ થયું અને બે લોકોનાં મોત થયા. જ્યારે ડૅશ-8, સફારીલિંક એવિએશન એરલાઇન દ્વારા સંચાલિત એક મોટું પ્લેન, જેમાં પાંચ ક્રૂ સભ્યો સહિત 44 લોકો સવાર હતા, તે દરિયાકાંઠાના રિસોર્ટ ટાઉન ડિયાની તરફ જતું હતું. વિલ્સન એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી તરત જ ક્રૂએ જોરથી ધડાકાની જાણ કરી અને પાછા ફરવાનું નક્કી કર્યું.
પોલીસ અહેવાલમાં જણાવાયું છે કે ડેશ 8-99 ફ્લાઈંગ ઈન્સ્ટિટયૂટ દ્વારા સંચાલિત સિંગલ એન્જિન સેસના 172 સાથે અથડાઈ હતી. આ પ્લેનમાં બે લોકો સવાર હતા, જેઓ ટ્રેનિંગ સેશન દરમિયાન પ્લેન ઉડાવી રહ્યા હતા. જેઓનું મોત થયું હતું.
સફારીલિંક એવિએશને આ ઘટનાની પુષ્ટિ કરી છે
સફારીલિંક એવિએશને આ ઘટનાની પુષ્ટિ કરી છે. જો કે, એવું કહેવાય છે કે તેના કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ‘સ્થાનિક સમય મુજબ સવારે 9:45 વાગ્યે, ફ્લાઇટ નંબર 053 પર 39 મુસાફરો અને 5 ક્રૂ હતા. તેઓ ડિયાની તરફ જઈ રહ્યા હતા, પરંતુ ટેક ઓફ કર્યા પછી તરત જ જોરદાર વિસ્ફોટ થયો.
ઘટનાની સંયુક્ત રીતે તપાસ કરાઈ રહી છે
ઓપરેટરો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ‘ક્રૂએ વધુ તપાસના હેતુ માટે તરત જ નૈરોબી-વિલ્સન એરપોર્ટ પર પાછા ફરવાનું નક્કી કર્યું અને સલામત રીતે ઉતરાણ કર્યું. કોઈ જાનહાનિના અહેવાલ નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને સફારીલિંક એવિએશન સાથે મળીને આ ઘટનાની તપાસ કરી રહી છે


