- ફ્લેટમાં આગ લાગતા 15 દિવસના બાળકનું મોત
- 17 લોકો દાઝ્યા છે તેમજ 30 લોકોનું રેસ્ક્યૂ કરાયું
- આગ પાર્કિંગથી લઇ 6 માળ સુધી પ્રસરી હતી
અમદાવાદના દાણીલીમડામાં ફ્લેટમાં આગ લાગી છે. જેમાં આગની ઘટનામાં 15 દિવસની બાળકીનું મોત થયુ છે. ખ્વાઝા ફ્લેટમાં આગ લાગી હતી. આગ પાર્કિંગથી લઇ 6 માળ સુધી પ્રસરી હતી. આગ લાગતા 4 પુરુષ, 4 સ્ત્રી અને 9 બાળકો સહિત 17 વ્યક્તિઓ દાઝ્યા છે. જેમાં ફ્લેટમાંથી 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ઇજાગ્રસ્તોને LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઇજાગ્રસ્તોને LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં અગમ્ય કારણોસર ફ્લેટમાં આગ લાગી હતી. ત્યારે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. આગની ઘટના બાદ સ્થાનિકોનો આક્ષેપ છે કે સમગ્ર વિસ્તારમાં દબાણોનો રાફડો ફાટ્યો છે. દબાણોના લીધે ફાયરની ટીમને પહોચતા મોડુ થયાનો આક્ષેપ છે. દબાણના લીધે ફાયરની ટીમને મોડુ થતા આગ વધુ પ્રસરી હતી. એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ નથી.

જાણો સમગ્ર ઘટના:
અમદાવાદના દાણીલીમડા ગામમાં પટેલ વાસમાં આપેલા ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે મીટરમાં આગ લાગી હતી. આગ પાર્કિંગથી લઈ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. તેના પગલે ફ્લેટના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. સીડીમાંથી આગ વધુ પ્રસરતા લોકો બહાર નીકળવા ગયા હતા. જેમાં ત્રણ લોકો સામાન્ય રીતે દાઝી ગયા હતા. જેમને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવી લીધી હતી. ફ્લેટમાં રહેતા 30 લોકોને રેસ્ક્યુ કરી નીચે ઉતારી લીધા હતા.


