- ચૂંટણી પહેલા ભરૂચ જિલ્લામાં AAPમાંથી રાજીનામા
- ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ જયરાજ રાજનું રાજીનામું
- ભરૂચ શહેર AAPના પૂર્વ પ્રમુખ ભદ્રેશ પટેલે આપ્યું રાજીનામું
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં કામ કરી રહી છે ત્યારે તમામ પાર્ટીમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા ભરુચમાં આપ પાર્ટીમાં રાજીનામા પડ્યા છે. હાલમાં મળી રહેલી માહિતિ અનુસાર ચૂંટણી પહેલા ભરુચ જિલ્લામાં AAPમાંથી રાજીનામા પડ્યા છે. સામે આવી રહેલી માહિતિ અનુસાર ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ જયરાજ રાજનું રાજીનામું પડ્યું છે. તો ભરૂચ શહેર AAPના પૂર્વ પ્રમુખ ભદ્રેશ પટેલે રાજીનામું આપ્યું છે.
50 થી વધુ કાર્યકર્તાઓ સાથે કેસરિયો ધારણ કરશે
મળતી માહિતિ અનુસાર લોકસભાની ચૂંટણી પહેલા આપના કાર્યકરો કેસરિયો ધારણ કરશે. આ સાથે ભાજપમાં 50થી વધુ કાર્યકરો જોડાશે. સોશિયલ મીડિયામાં કાર્યકરોએ પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ભરૂચથી AAPના ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીને લઈ ભરૂચ લોકસભાના કરજણ વિસ્તારમાં બેઠક
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના કાર્યાલયનું ઉદ્ઘાટન ગઈકાલે કરવામાં આવ્યું છે. કરજણ નગરમાં આજરોજ લોકસભા ચૂંટણીને લઈ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. ચૈતર વસાવાએ સમર્થકો સાથે કરજણનું કાર્યાલયની શરૂઆત કરી હતી.


