- હજું આ સપ્તાહે પણ ઠંડીની અસર જળવાશે હવામાન ખાતાની આગાહી
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ સતત જળવાતા તેને પગલે વાતાવરણમાં ઠંડક જળવાઇ
- સમગ્ર સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાની અસર સમગ્ર ઊત્તર પશ્ચિમ વિસ્તારમાં અનુભવાશે
માર્ચનું બીજું સપ્તાહ શરૂં થઇ ગયું છે તેમ છતાં પજું પણ ઊત્તર ભારતના રાજ્યોમાં રાતના સમયે માર્ગો પર લોકો તાપણા પર શેક લેતા જોવા મળે છે. વાસ્તવમાં ઊત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં હજું પણ ન્યૂનતમ તાપમાનમાં વધારો નોંધાયો નથી. દિવસનું તાપમાન રાતના તાપમાન કરતાં બમણા કરતાં વધારે જોવા મળે છે. હવામાન ખાતાનું માનવું છે કે હજું આ સપ્તાહે પણ ઊત્તર ભારતમાં આવું જ તાપમાન જળવાઇ રહેશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ સતત જળવાઇ રહી છે તેને પગલે વાતાવરણમાં ઠંડક જળવાઇ રહી છે. આઈએમડી અનુસાર રવિવાર રાતથી લઇને સમગ્ર સપ્તાહ દરમિયાન ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાની અસર સમગ્ર ઊત્તર પશ્ચિમ હિમાલય વિસ્તારમાં જળવાઇ રહેશે. રવિવાર રાતથી વાતારણમાં ફરી પલટો નોંધાયો છે તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.
આગામી ચાર દિવસમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં આગામી ચાર દિવસમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. જો કે, 13 માર્ચે હિમાલયના વિસ્તારોમાં હવામાન વધુ સક્રિય રહી શકે છે. તેમજ આસપાસના મેદાની વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની સંભાવના છે. IMDએ કહ્યું કે ઉત્તરાખંડમાં 11 અને 12 માર્ચે હળવો વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે.
ઊત્તર ભારતમાં રાતની ઠંડી ઘટવાની શક્યતા નથી
હવામાન ખાતાના આંકડા અનુસાર હજું પણ કેટલાક રાજ્યોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીની નીચે જળવાઇ રહ્યું છે. ઊત્તર ભારતમાં હરિયાણાના કરનાલમાં પાછલી રાતે લઘુતમ તાપમાન 7.5 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. હવામાન ખાતાના અધિકારીઓ અનુસાર આગામી સપ્તાહે તાપમાનમાં વધારે વધારો થવાની સંભાવના નથી. પાટનગર દિલ્હી અને આસપાસના વિસ્તારમાં પણ રાતનો પારો 10.13 ડિગ્રી વચ્ચે જળવાઇ રહેવાની શક્યતા છે.
ભારે બરફ વર્ષાની સંભાવના નથી: આઈએમડી
વિભાગના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બહું તીવ્ર નહી હોય. એટલે કે સપ્તાહ દરમિયાન વાતાવરણમાં પલટો જરૂર આવશે પણ ભારે વરસાદ કે તોફાન સાથે ઊંચા પહાડો પર ભારે બરફ વર્ષાની સંભાવના નથી. આઈએમડી અનુસાર ઊત્તર ભારતના ઘણા વિસ્તારોમાં સાઇક્લોનિકલ સરક્યુલેશન જળવાઇ રહેશે. જેને પગલે પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઊત્તર પ્રદેશ, ચંડીગઢ અને દિલ્હી એનસીઆર સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.


