- હર્ષ સંઘવીએ દાદાની બસ આપણી બસનો નારો આપ્યો
- વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ બસમાં મુસાફરી કરી
- સ્લીપર કોચ, ગુર્જર નગરી અને સુપર એક્સપ્રેસ બસ ફાળવી
દેશની ભારત-પાકિસ્તાન બોર્ડર નડાબેટ થી ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહારની 100 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ માટે પાલનપુર એસટી ડેપોને 19 બસ, હિંમતનગર 24, મહેસાણા 29, ભુજ 28 નવી બસો મળી છે.
રાજ્ય સરકાર દ્વારા નવી બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં નવી બસોમાં સ્લીપર કોચ, ગુજરનગરી અને સુપર અક્સપ્રેસ બસોની ફાળવણી કરવામાં આવી છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નડાબેટથી લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ સાથે જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એસટી બસ માટે નવો નારો આપતાં કહ્યું કે, દાદાની બસ આપણી બસ. જેના સાથે જ બસોની ગુણવત્તા અંગે પણ વાત કરી હતી. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ બસમાં મુસાફરી કરી, તેમજ તેની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બસમાં મુસાફરી કરી હતી.
નોંધનીય છે કે નડાબેટથી સુઈગામ સુધી 23 કિમી સુધી બસમાં મુસાફરી કરી છે. અને પહેલી વખત નડાબેટથી 100 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેની સાથે જ બોર્ડરથી માત્ર થોડાં જ કિલોમીટર દૂરથી ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહારની બસો દોડતી થશે.


