- ચેક રીટર્ન કેસમાં જગદીશ પટેલને એક વર્ષની સજા
- ચેકની રકમ વળતર સાથે ચૂકવવા સુરત કોર્ટનો આદેશ
- મનોજ પરમાર પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા
સુરત જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની મુશ્કેલી વધી છે. જેમાં ચેક રીટર્ન કેસમાં જગદીશ પટેલને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમજ ચેકની રકમ વળતર સાથે ચૂકવવા સુરત કોર્ટનો આદેશ છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખે મનોજ પરમાર પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા.
નાણા ચૂકવવા આપેલા 5 ચેક રીટર્ન થતા કોર્ટે સજા ફટકારી
નાણા ચૂકવવા આપેલા 5 ચેક રીટર્ન થતા કોર્ટે સજા ફટકારી છે. જગદીશ પટેલે જણાવ્યું છે કે હવે ઉપલી કોર્ટમાં જઈશ. રૂપિયાની સગવડ થતાં આપી દઈશ. સુરત જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ પટેલ “કનાજ’ને એક વર્ષની સજા થઇ છે. ઉછીના લીધેલા નાણા ચૂકવવા આપેલા પાંચ ચેક રીટર્ન થતા સજા થઇ છે. જગદીશ પટેલ હવે ઉપલી કોર્ટમાં જશે તેવું કહ્યું છે.
કુકરવાડા શાખાના બે અલગ અલગ રકમ ભરેલા ચેક આપ્યા
અગાઉ માણસા શહેરમાં આવેલ જુના ગંજ બજારના પ્લોટ નંબર 1 માં કલ્પેશકુમાર કાંતિલાલ એન્ડ કુ નામની પેઢી ધરાવતા પટેલ કલ્પેશકુમાર કાંતિલાલ અનાજ, જીરૂ, વરીયાળી તથા તેલીબિયાનો વેપાર તેમજ કમિશન એજન્ટ તરીકેનું કામ કરે છે. જ્યારે કુકરવાડા માર્કેટયાર્ડમાં પટેલ મહેન્દ્રભાઈ વરવાભાઈની કંપની ધરાવતા પટેલ મહેન્દ્રકુમાર પણ તેમની પેઢી પર અનાજ એરંડા તેમજ ખેત પેદાશોનું ખરીદ વેચાણનું કામકાજ કરતા હોય બંને વચ્ચે ધંધાકીય સંબંધો હોવાથી એકબીજાના પરિચિત હતા. જેમાં વર્ષ 2018માં કુકરવાડાના મહેન્દ્રકુમારે માણસાના વેપારી કલ્પેશભાઈ પાસેથી તેમની જરૂરિયાત મુજબ 129 ક્વિન્ટલ 70 કિલો એરંડા 711 રૂપિયાના ભાવે ખરીદ કર્યા હતા અને આ માલની કુલ રકમ 4,92,611 રૂપિયાની વેપારી ઉઘરાણી કરતા તેમણે કુકરવાડા શાખાના બે અલગ અલગ રકમ ભરેલા ચેક આપ્યા હતા.
રકમ આરોપી ન ચૂકવે તો વધુ ત્રણ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ
જે બંને ચેક બેંકમાં ભરતા ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાના કારણે પરત ર્ફ્યા હતા. જેથી કલ્પેશભાઈએ આ બાબતની જાણ ચેક આપનારને કરી હતી. તેમ છતાં તેનો યોગ્ય પ્રત્યુત્તર ન મળતા આખરે તેમણે માણસાના એડવોકેટ એન.બી.યાજ્ઞિક મારફ્તે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ નોટિસ મોકલી હતી. જેની બજવણી થયા બાદ પણ રકમ પરત ન મળતા આખરે વેપારીએ માણસા કોર્ટમાં બે અલગ અલગ ચેક રીટર્નની ફરિયાદ દાખલ કરી હતી. જ્યાં ફરિયાદી તરફે એડવોકેટ એન.બી.યાજ્ઞિક ની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાને લઇ મે.જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ર્ફ્સ્ટ કલાસ એ.આર.દ્વિવેદી દ્વારા ચેક રિટર્ન બાબતે આરોપી પટેલ મહેન્દ્રકુમાર વરવાભાઈને બંને કેસમાં તકસીરવાર ઠરાવી 6-6 મહિનાની સાદી કેદની સજા તથા કુલ 4,92,611 રૂપિયા ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા અને આ રકમ આરોપી ન ચૂકવે તો વધુ ત્રણ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.


