- ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટ મુદ્દે રાજકારણ ગરમાયું
- ગેલેકસી ચોકીમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ધરણાં પર બેઠા
- ધોરાજી સરકારી હોસ્પિટલમાં 66 માંથી 33 ડોકટરોની જગ્યાઓ ખાલી
ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઘણા લાંબા સમયથી નિષ્ણાંત ડોક્ટરોની ખાલી જગ્યાને લઈ કોગ્રેસ અને ભાજપ સામસામે છે,વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સામસામે આવી ગયા હતા.પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વળતો જવાબ આપતા કહ્યું કે, હોસ્પિટલ અંગે રાજકારણ ન રમવાનું હોય,તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોય ગેલેક્સી ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો સાથે ધરણા પર બેઠા છે.
કોગ્રેસ નેતા ધરણાં પર
ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી 4 મેડિકલ ઓફીસરની જગ્યામાંથી ત્રણ જગ્યા ખાલી છે.આજે લલિત વસોયા ડોક્ટરની ઘટને લઈ ધરણા પર ઉતર્યા છે. આ હોસ્પિટલમાં ત્રણ મેડિકલ ઓફિસર,MD,MS ઓર્થોપેડીક, પિડીયાટ્રિક, ENT,આંખ સ્પેશિયલ, રેડિયોલોજિસ્ટ. સહીત 66 માંથી 38 જગ્યાઓ ખાલી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ ખાલી જગ્યા પર તબીબોની નિમણૂક થાય અને પ્રજાની હાલાકી ઓછી થાય એ માટે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ધરણાં પર ઉતર્યા છે.
શું કહ્યું મહેન્દ્ર પાલડિયાએ
ધોરાજીના અને આસપાસના દાતાશ્રીઓએ લાખો કરોડો રૂપિયાનું દાન આપી સરકારી હોસ્પિટલમાં ભવ્ય બિલ્ડિંગ સુવિધા યુક્ત બનાવી છે અને લાખોની કિંમતના કિંમતી મેડિકલ સાધનો અને ઓપરેશન થિયેટર પણ બનાવ્યા છે પરંતુ આવી સુવિધા સભર ભવ્ય હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોના અભાવે ગરીબ અને મધ્યમ પરિવારના દર્દીઓએ ફરજિયાત ખાનગી હોસ્પિટલમાં મોંઘીદાર સારવાર લેવા મજબૂર થવું પડે છે.બીજી તરફ ડોક્ટરની ઘટને લઈ ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાએ સ્પષ્ટતા કરી છે.તેમણે કહ્યુ કે, કેટલાક લોકો ખોટો જસ ખાટવા આંદોલન આંદોલન કરે છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનું મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યુ, તેમણે આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ રજુઆત કરવામાં આવી હોવાનું પણ કહ્યું.
કયા કેટલી જગ્યા ખાલી
ક્લાસ વન ઓફિસરની જે 9 જગ્યા છે તે પૈકી 4 નિયમિત વર્ગની છે. અને બાકીની પાંચ જગ્યાઓ પર CM સેતુ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટરો આવે છે.જ્યારે કાયમી ડોક્ટર મળશે ત્યારે તેની પણ નિયમિત નિમણુંક કરવામાં આવે છે.કલાસ 2 માં 4 જગ્યાઓ ખાલી છે તે પૈકી એક જગ્યા નિમયિત ભરેલી છે જ્યારે બાકીની બે જગ્યાઓ પર પ્રતિ નિયુક્તિથી રાજકોટની હોસ્પિટલથી સેવા બજાવે છે, અને એક જગ્યા ખાલી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં 4 મેડિકલ ઓફિસર પૈકી માત્ર 1 જ મેડિકલ ઓફિસર છે.


