- સવારે 9 વાગ્યે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે
- PM મોદી એરપોર્ટથી સાબરમતી સ્ટેશને પહોંચશે
- 6 હજારથી વધુ રેલવે પ્રોજેક્ટનું શિલાન્યાસ-લોકાર્પણ
PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. જેમાં દેશને 85,000 કરોડની વિકાસલક્ષી યોજનાની ભેટ આપશે. સવારે 9 વાગ્યે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. PM મોદી એરપોર્ટથી સાબરમતી સ્ટેશને પહોંચશે. તેમજ 6 હજારથી વધુ રેલવે પ્રોજેક્ટનું શિલાન્યાસ-લોકાર્પણ કરશે.
10 નવી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવશે
10 નવી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવશે. તથા અમદાવાદ – મુંબઈ વંદે ભારતનું ફ્લેગ ઓફ કરાવશે. ફ્લેગ ઓફ ઉપરાંત 13 સ્થળો પર ઈ લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે. તેમજ સવારે 10 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. PM મોદી આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનું લોકાર્પણ કરશે. તથા 50 જન ઔષધિ કેન્દ્ર શરૂ કરાવશે. વન સ્ટેશન વન ઉત્પાદન આઉટલેટો ખુલ્લા મુકાશે તથા PM મોદી નવા કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લેશે.
જાણો સમગ્ર કાર્યક્રમ:
– સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
– અમદાવાદ એરપોર્ટ થી 9.15 કલાકે સીધા જ સાબરમતી ડી કેબિન સ્ટેશન પહોંચશે.
– સવારે 10 કલાકે સાબરમતી આશ્રમ પહોંચશે પીએમ મોદી.
– આશ્રમ વિઝીટ બાદ પીએમ સીધા જ 10.30 કલાકે સભા સ્થળે પહોંચીને જનસભા ને સંબોધિત કરશે.
– અંદાજે 11.30 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ થી રાજસ્થાન જવા રવાના થશે


