- સૌરાષ્ટ્રમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
- 6.23 કલાકે નોંધાયો ભૂકંપનો આંચકો
- સિસ્મોલોજિસ્ટ કચેરી ગાંધીનગર ના જણાવ્યા અનુસાર કોઈ નુકસાન નહી
ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે,સૌરાષ્ટ્રના માળિયાહાટીમાં આજે સાંજે 3.5 તિવ્રતાનો ભૂંકપ આવતા લોકો ડરીને ઘરની બહાર નિકળી ગયા હતા.તો ભૂકંપનું એપી સેન્ટર માંગરોળથી 27 કિમી દૂર નોંધાયું હતું,માળીયા હાટીના અમરાપુર, જલંધર, લાડુડી, દેવગામ, સહિત ગીરપંથકમાં ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી,બીજી તરફ કોઈ નુકસાનીના અહેવાલ હાલ સામે આવ્યા નથી,
ભૂકંપ કેમ આવે છે
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર અથડાવવાના કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે. આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.
ભૂકંપ દ્વારા જમીનમાંથી દબાણ મુક્ત કરવાની ઘટના
નિષ્ણાંતો એવું માને છે કે, ભૂકંપ દ્વારા જમીનમાંથી દબાણ મુક્ત કરવાની ઘટનાએ સારી બાબત છે. અને જો આવું ન થાય તો પૃથ્વી પર દબાણ અને તાણ વધશે. અને તે મોટા ભૂકંપનું કારણ બની શકે છે. પરંતું જ્યારે પ્રેશર છોડવામાં આવે છે. ત્યારે મોટા ભૂકંપની શક્યતાઓ ઘટી જાય છે. ભૂકંપએ પૃથ્વીની સપાટી પર અચાનક અનુભવાતી ધ્રુજારી છે. આ ધ્રુજારી તીવ્રતામાં બદલાઈ શકે છે.


