- પ્લે સ્ટોર પ્રાઇસિંગ પોલિસી મુદ્દે ગૂગલે કોમ્પિટિશન એક્ટની કલમ ચારનો ભંગ કર્યો
- પોલિસી મુદ્દે સ્પર્ધાત્મક ન હોય તેવી પ્રેક્ટિસના અનુસરણ બદલ ગૂગલ સામે તપાસના આદેશ આપ્યા
- માલિકીના એપ સ્ટોર- ગૂગલ પ્લે સ્ટોરના સંબંદમાં અપડેટ કરાયેલી પેમેન્ટ પોલિસીથી નાખુશ
કોમ્પિટિશન કમિશને શુક્રવારે પોતાની પ્લે સ્ટોર પ્રાઇસિંગ પોલિસી મુદ્દે સ્પર્ધાત્મક ન હોય તેવી પ્રેક્ટિસના અનુસરણ બદલ ગૂગલ સામે તપાસના આદેશ આપ્યા છે. ગૂગલ સામે તપાસનો આદેશ આપતા કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ જણાવ્યું હતું કે માહિતી આપનારા મુખ્યત્વે ગૂગલની તેની માલિકીના એપ સ્ટોર- ગૂગલ પ્લે સ્ટોરના સંબંદમાં અપડેટ કરાયેલી પેમેન્ટ પોલિસીથી નાખુશ છે, આ નવી અપડેટ પોલિસી સ્પર્ધાત્મકતા કાયદાનો કથિત રીતે ભંગ કરે છે. સાથે જ આરોપ લગાવાયો હતો કે પેમેન્ટ પોલિસીઓ એપ ડેવલપ્સ, પેમેન્ટ પ્રોસેસર્શ અને યૂઝર્સ સહિતના કેટલાક હિતધારકોને અસર કરે છે. સીસીઆઇને તેની તપાસમાં પ્રથમ દર્શનીય રીતે આ ધ્યાનમાં આવતા કે ગૂગલે કોમ્પિટિશન એક્ટની કલમ ચારનો ભંગ કર્યો છે તે બાદ તેણે ગૂગલ સામે તપાસના આદેશ આપ્યા હતા. કાયદાની કલમ ચાર વર્ચસ્વશાળી સ્થિતિના દુરુપયોગને લગતો છે. પોતાના 21 પાનાના ઓર્ડરમાં નિયામકે નોંધ્યું હતું કે ગૂગલનો દાવો છે કે પ્લે સ્ટોર દ્વારા એપ ડેવલપર્સને પૂરી પડાતી સેવાઓ માટે સર્વિસ ફી વસૂલે છે.


