- મામલતદારે 1100 ચોરસવાર સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરવા હુકમ
- રૂબરૂ પુરાવા રજૂ કરી સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ
- મૂળી તાલુકાના સરલા ગામનો આંતરીક વિખવાદ ચરમસીમા ઉપર આવી ગયો
મૂળી તાલુકાના સરલા ગામે ગ્રામલોકોએ મંદિર ફરતે માત્ર ફેનસિંગ કરેલી દૂર કરાવતા ગ્રામજનોએ સરલા જ જિલ્લા પંચાયતના પ્રમુખે કરેલુ સરકારી જમીન ઉપરનું દબાણ દૂર કરવા જીદ પક્ડતા મામલતદારે ખાનગી માલીકીની જગ્યા હોવાનું જણાવતા દબાણકર્તાએ રજૂ કરેલ દસ્તાવેજ જોતા અંદર સર્વે નંબર જ નથી. ચર્તુદિશા મળતી નથી. આ જોતા પ્રમુખનો લુલો બચાવ કરતા હોવાનુ દેખાતા સુરેન્દ્રનગર કલેકટર ઓફીસે રજૂઆત કરી કાર્યવાહી કરી દબાણ દૂર કરવાની માંગ કરી છે.
મૂળી તાલુકાના સરલા ગામનો આંતરીક વિખવાદ ચરમસીમા ઉપર આવી ગયો છે ત્યારે સરલા ગામના લોકોએ મંદિર ફરતે માત્ર બેસવા માટે બાંકડા મુકી ફેનસિંગ કરી ઝાડ વાવી રમણીય બનાવેલી જગ્યા ઉપર મામલતદારે જે.સી.બી.ફેરવી દેતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો.મામલતદારને તેમના જ ગામના અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેકૃષ્ણભાઇ પટેલ,પિતા બચુભાઇ પટેલે સર્વે નંબર104 પૈકીની સરકારી જમીનમાં ગેરકાયદેસર કરેલુ દબાણ દૂર કરવા મામલતદારે જ કરેલા હુકમનું પાલન કરી 1100 ચો.વારનું દબાણ દૂર કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.જે બાબતે આજે મામલતદારે લેખીત ગ્રામજનોને જણાવ્યુ કે એ દબાણ નથી માલીકીની જગ્યા છે એમ જણાવી દસ્તાવેજ નંબર આપ્યો હતો.ગ્રામજનોએ ફી ભરી દસ્તાવેજ કઢાવતા અંદર સર્વે નંબર જ નથી લખેલી ચર્તુદિશા પણ અલગ છે અને માપ પણ અડધુ જ છે.આ જોતા કોઇ બીજી જગ્યાના પુરાવા આ કિમતી મોકાની જગ્યા પચાવી પાડવા સરકારી દબાણ વાળી જગ્યા માટે રજૂ કરતા તંત્રની પણ મિલીભગતની આશંકા સેવાઇ રહી છે. આ ગંભીર બાબતે ગ્રામજનોએ ચોટીલા ડેપ્યુટી કલેકટર અને સુરેન્દ્રનગર અધિક જિલ્લા કલેકટરને રૂબરૂ જઇ પુરાવા રજૂ કરી સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ કરી છે.
અગાઉ નોટિસ પછી માલિકીની જગ્યાનો રાગ રજૂ કર્યો
તાલુકા મથક મૂળીના મામલતદરે અગાઉ તા. 9/05/2023એ લેખિતમાં હરેકૃષ્ણભાઇની જગ્યાનું દબાણ દૂર કરવાની સર્વે.104 પૈકીની 1100 ચો.મી. વાળી જમીનું દબાણ દૂર કરવાનો લેખીત હુકમ કરે છે હાલ દબાણ કરનાર વ્યકિત જિ.પં.ના પ્રમુખ બની જતા સર્વે નંબર વગરનો માપ અને ચર્તુદિશા મેળ વગરનો દસ્તાવેજ રજૂ કરે તો પણ માન્ય રાખી દબાણ દૂર નહી થાય એવો ગ્રામજનોને જવાબ આપે છે. આમ તંત્રની મિલીભગત દેખાઇ રહી છે.
દસ્તાવેજમાં સર્વે નં. નથી, માપ મળતુ નથી, ચર્તુદિશા મેળ નથી
સરલાના દિલીપભાઇ પટેલ સાથેના ગ્રામજનોએ જણાવેલ કે સરકારી દબાણ વાળી જગ્યાના રજૂ કરેલા દસ્તાવેજમાં નથી સર્વે નંબર, હયાત સ્થિતિ મુજબ કોઇ જ જાતનો ચર્તુદિશાનો મેળ નથી અને માપ પણ અડધુ છે. છતાંય મામલતદાર માન્ય રાખે છે અને જણાવે છે કે દબાણ દૂર નહીં થાય. આમ પ્રમુખનું દબાણ હોવાથી બચાવવાનો પ્રયાસ કરે છે પણ અમે ન્યાય લઇને જ ઝંપીશુ.
મામલતદાર બધુ જ માને તો પણ દબાણ સાબિત થાય.!
2023માં મામલતદારે જ સર્વે 104 પૈકીમાં 1100 ચો.વાર.પાકુ બાંધકામ દૂર કરવાનો લેખીત હુકમ કર્યો છે. ત્યારે એજ જમીન માટે રજૂ કરાયેલા દસ્તાવેજમાં સર્વે નંબર નથી. ચર્તુદિશા મેચ નથી થતી. છતાંય એ સાચુ માને તો દબાણ દૂર કરવાના હુકમમાં 1100 ચો.મી.છે અને દસ્તાવેજમા 525 ચો.મી.નુ જ માપ છે. તો પણ વધારાની 575 ચો.મી.જમીન ઉપર જિ.પં. પ્રમુખનું દબાણ સીધુ જ સાબિત થાય છે.
પુરાવા દસ્તાવેજ જોઇ આગળ કાર્યવાહી થાય
ચોટીલા ડેપ્યુટીકલેટરે જણાવેલકે આ જમીન વિવાદ બાબતના પુરાવા દસ્તાવેજ સહિતના કાળગો જોયા બાદ અભ્યાસ કરી આગળની તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરીશું.


