- ચાર દિવસ અગાઉ પણ શ્રીલંકામાં ભારતના 25 લોકોની ધરપકડ કરાઈ હતી
- શ્રીલંકાની જળસીમામાં ગેરકાયદે માછીમારી કરવાના આરોપસર 15ની અટકાયત
- અટકાયતમાં લેવાયેલા તમામ માછીમારોને મત્સ્ય નિયામક કચેરીમાં મોકલાયા
શ્રીલંકાન નેવીએ શુક્રવારે ઉત્તરી જાફના દ્વીપકલ્પમાં કરાઈનગરના દરિયાકાંઠે ઓછામાં ઓછા 15 ભારતીય માછીમારોની અટકાયત કરી હતી. તમામ માછીમારો સામે જળસીમા ઉલ્લંધન કરવાનો આરોપ મુકયો હતો. શ્રીલંકાના નૌકાદળે કંકેસંતુરાઈ બંદર પર માછીમારોની બોટ જપ્ત કરી હતી અને તમામને તપાસ માટે તેમને મત્સ્ય નિયામક કચેરીમાં મોકલી દીધા હતા.
તાજેતરમાં શ્રીલંકાના માછીમારોએ શ્રીલંકાના જળસીમામાં તેમના ભારતીય સમકક્ષો દ્વારા શિકારથી તેમના અધિકારોનું રક્ષણ કરવા અધિકારીઓ સામે વિરોધ કર્યો હતો. આ સાથે આ વર્ષે શ્રીલંકન નેવીએ અત્યાર સુધીમાં 16 બોટ જપ્ત કરી છે અને 225 ભારતીય માછીમારોની અટકાયત કરી છે.
ઉલ્લેખનીય કે માછીમારોનો મુદ્દો ભારત અને શ્રીલંકા વચ્ચેનો વિવાદાસ્પદ મુદ્દો છે. શ્રીલંકાની નૌકાદળે પાલ્ક સ્ટ્રેટમાં ભારતીય માછીમારો પર ગોળીબાર પણ કર્યો હતો. આ સાથે શ્રીલંકાના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી રહેલા માછીમારોની બોટ પણ જપ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે શ્રીલંકાની નૌકાદળે 240 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની 35 બોટ જપ્ત કરી હતી.


