- પેલેસ્ટાઈનના લોકોએ ગોળીબાર માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું
- હુમલામાં 155 લોકો ઈજાગ્રસ્ત થયા, મોતનો આંકડો વધી શકે છે
- ઈઝરાયલે આ હુમલામાં હાથ ન હોવાનો દાવો કર્યો
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા પાંચ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલુ છે. ત્યારે ગાઝામાં રાહત સામગ્રીની પ્રતીક્ષા કરી રહેલા લોકો પર થયેલા હુમલામાં 20 લોકોનાં મોત થયા હતા. જ્યારે 155 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે મોતનો આંકડો હજી વધે તેવી અલ શિફા હોસ્પિટલના તબીબે આશંકા વ્યક્ત કરી હતી. તેમને વધુમાં જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને બીજા હોસ્પિટલમાં ખસેડાઈ રહ્યા છે.
પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે ઈઝરાયલને જવાબદાર ગણાવ્યું
મીડિયા રિપોર્ટ અનુસાર, ઘટનાસ્થળે હાજર એક સાક્ષીએ જણાવ્યું કે, ગુરુવારે થયેલા આ હુમલામાં ઘણા લોકોનાં મોત થયા હતા. પેલેસ્ટાનના આરોગ્ય મંત્રાલયે આ દુર્ઘટના માટે ઈઝરયાલને જવાબદાર ઠેરવ્યું હતું. આ ઉપરાંત ત્યાં હાજર રહેલા કેટલાક લોકોએ જણાવ્યું કે તોપ અથવા ટેંકથી હુમલો કરવામાં આવ્યો હતો.
ગાઝામાં નાગરિક સુરક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે ઈઝરાયલી સેનાએ હજી ઉત્તરી ગાઝા પટ્ટીમાં રાહત સામગ્રીની વાટ જોઈ રહેલા નિર્દોષ નાગરિકોને મારવાની નીતિ પર કામ કરી રહી છે. જ્યારે ઈઝરાયલી સુરક્ષા દળોએ જાહેર કર્યું છે કે માનવીય સહાયતા પ્રથમવાર દરિયાના રસ્તે ગાઝામાં પ્રવેશ કરશે.
હમાસના ઓપરેશન યુનિટના કમાન્ડર પર ટાર્ગેટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા ઈઝરાયલી સુરક્ષાદળ આઈડીએફે કહ્યું કે ગાઝામાં વાયુ, જમીન અને સમુદ્રના રસ્તે માનવીય મદદ અપાઈ રહી છે. પ્રથમવાર દરિયાઈ રસ્તે ગાઝા પહોંચશે. તેમને જણાવ્યું કે ઈઝરાયલ સાથે યુદ્ધ ચાલુ રાખવા રફાહ અને હમાસના ઓપરેશન યુનિટના કમાન્ડર મોહમ્મદ અબુ હસના પર ટાર્ગેટ કરવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે.
આઈડીએફએ સોશિયલ મીડિયા પર લખ્યું કે લેબનોનમાં એક હમાસનો આતંકવાદી હાદી અલી મુસ્તફા યહૂદીઓ અને ઈઝરાયલ વિરુદ્ધ કાવતરું રચવા જવાબદાર છે. આઈડીએફે આગળ જણાવ્યું કે તે દરેક ક્ષેત્રમાં હમાસ વિરુદ્ધ કામ કરવાનું ચાલુ રાખશે જ્યાંથી તેનું સંચાલન થતું હશે.


