- નદીથી 10 કિ.મીના અંતરે નર્મદા કેનાલમાંથી પાણી આપવા માગ
- પાણી અપાય તો ખેડૂતો સહિત પંથકના લોકોને ઉનાળામાં રાહત થાય
- સિંચાઈનું પાણી ખેડૂતોને મળી રહે તેવી પંથકના ખેડૂતોની માગણી
નસવાડી તાલુકાના ગોયાવાંટ ગામ પાસે મેણ નદી સૂકી ભટ્ટ બની છે. જ્યારે આ નદીથી નર્મદા મેઇન કેનાલ 10 કિલોમીટર દૂર છે. આ નદીઓ ઉનાળાના સમયમાં નર્મદા કેનાલના પાણીથી ભરવી જોઈએ જેનાથી સિંચાઈનું પાણી ખેડૂતોને મળી રહે તેવી પંથકના ખેડૂતોની માગણી છે.
ગોયાવાંટ ગામે મેંણ નદી સૂકી ભટ્ટ બનતા નદીની આસપાસના ગામોમાં નદીમાંથી સિંચાઈનું પાણી મેળવી અને ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. નદી કિનારે રહેતા ખેડૂતો પોતાના પશુઓને દિવસમાં બેવાર નદીનું પાણી પીવડાવતા હતા પરંતુ સુકીભટ્ટ નદી બનતા ખેડૂતો ને સિંચાઈ માટે પાણી અને પશુ ઓને પીવાના પાણી માટે મુશ્કેલી ઉભી થઇ છે આ વિસ્તારો જેવા કે તણખલા જ્સ્કી ગોયાવાંટ નર્મદા મેઈન કેનાલથી 10 કિલોમીટરના વિસ્તારમાં છે ઉપર વાસ ના ભાગમાં કેનાલનું પાણી મળતું ના હોવાથી સિંચાઈ માટે બોર અને નદીઓ ઉપર આધારિત હોઈ છે સરકાર આ ખેડૂતોને નર્મદાનું કેનાલનું પાણી આપે તેવી માગ ઉઠી છે.


