- પશ્ચિમ બંગાળના DGP રાજીવ કુમાર સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાયા
- રાજીવ કુમારને હટાવ્યા બાદ વિવેક સહાયને નવા DGP તરીકે નિયુક્ત કરાયા
- વિવેક સહાય 1988 બેચના IPS અધિકારી જે પશ્ચિમ બંગાળના DGP તરીકે નિમણૂક
ચૂંટણી પંચ (ECI)એ લોકસભા ચૂંટણી પહેલા સોમવારે મોટી કાર્યવાહી કરી અને પશ્ચિમ બંગાળના DGP રાજીવ કુમાર સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ આપ્યો. રાજીવ કુમારને હટાવ્યા બાદ વિવેક સહાયને નવા ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કોણ છે વિવેક સહાય?
કોણ છે IPS વિવેક સહાય?
વિવેક સહાય 1988 બેચના આઈપીએસ અધિકારી છે. તેમની નિમણૂક પશ્ચિમ બંગાળ કેડરમાં કરવામાં આવી છે. તેઓ અગાઉ ડાયરેક્ટર જનરલ (DG), પ્રોવિઝનિંગ અને ડાયરેક્ટર જનરલ ઓફ હોમ ગાર્ડ તરીકે સેવા આપી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે વિવેક સહાય મુખ્યમંત્રી મમતા બેનર્જીના સુરક્ષા પ્રભારી પણ રહી ચૂક્યા છે. જો કે ત્રણ વર્ષ પહેલા સીએમ પર હુમલા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ હુમલો માર્ચ 2021માં થયો હતો. આ હુમલામાં મમતા બેનર્જીને ગંભીર ઈજા થઈ હતી. આ પછી તેમને સુરક્ષા નિર્દેશકના પદ પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચે શા માટે કાર્યવાહી કરી?
ચૂંટણી પંચે આ પગલું લેવલ પ્લેઇંગ ફિલ્ડ જાળવવા તેમજ ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે લીધું છે. પશ્ચિમ બંગાળના પૂર્વ ડીજીપીને હટાવવાની સાથે ચૂંટણી પંચે છ રાજ્યોના ગૃહ સચિવોને પણ હટાવવાના આદેશ આપ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઝારખંડના નામ સામેલ છે.
પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે?


