- સામાજિક કાર્યકર સુધીર ઉર્ફે પિન્ટુ ચૌધરીની હત્યા
- કોસંબીયા ગામની સીમમાં સુધીર ચૌધરીનો મૃતદહે મળ્યો
- હત્યાથી વિસ્તારમાં મચ્યો હાહાકાર
વાલોડ તાલુકાના કુંભીયા ગામના RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર સુધીર ઉર્ફે પિન્ટુ નટુભાઈ ચૌધરીની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.પોલીસે કોસંબીયા ગામની સીમમાં પહોચી વધુ તપાસ હાથધરી છે,તો મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે સુરત મોકલી આપવામાં આવ્યો છે.આ હત્યામાં પોલીસે ડોગ સ્ક્રોવર્ડની પણ મદદ લીધી છે.મૃતકના પરિવારનો આક્ષેપ છે કે કોઈ વ્યકિત દ્વારા કાવતરૂ રચીને આ હત્યા કરાઈ છે.
સામાજિક કાર્યકરની હત્યાની પંથકમાં શોકની લાગણી
સુધીર ઉર્ફે પિન્ટુ ચૌધરીની હત્યાને લઈ પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે,સુધી ચૌધરી ફકત RTI એક્ટિવિસ્ટ નહી પણ એક સામાજિક આગેવાન પણ હતા.ગામમાં કોઈ પણ તકલીફ હોય તો તેઓ પહેલા મદદ માટે દોડી આવતા હતા.પરિવારનો આક્ષેપ છે કે કોઈ નજીકના વ્યકિત દ્વારા તેમને સીમમા લઈ જઈ હત્યા કરવામાં આવી છે.ગ્રામજનોની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે,પરિવારનો એ પણ આક્ષેપ છે કે તેઓ બે દિવસથી ચિંતામાં જોવા મળ્યા હતા.
પોલીસની તપાસમાં વધુ ખુલાસા થશે
પોલીસે પણ આ બાબતને લઈ LCB ( લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની મદદ લીધી છે,તો પરિવારના આક્ષેપને લઈ શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ કરી અટકાયત કરવામાં આવી છે.પોલીસનું પણ એક અનુમાન છે કે,કોઈ નજીકના વ્યકિત દ્વારા આ હત્યાને અંજામ આપ્યો છે,તો નજીકના સમયમાં હત્યાને લઈ શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું.


