- પીએમ મોદી બે દિવસ ભૂટાનના પ્રવાસે
- પીએમ શેરિંગ તોબગેને મળી શકે છે
- હાલમાં ભૂટાનના પીએમ આવ્યા હતા ભારત
PM નરેન્દ્ર મોદી 21 અને 22 માર્ચે બે દિવસીય ભૂટાનની મુલાકાતે જશે. અધિકારીઓએ માહિતી આપી છે કે પીએમ ભૂટાનની સરકારી મુલાકાત લેશે. ભારત સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસી પર ભાર મૂકતા પીએમ મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પીએમ મોદી ભૂટાનન પ્રવાસ દ્વારા ચીનને મજબૂત સંદેશ પણ આપી શકે છે.
પીએમ મોદીને આપ્યુ હતું આમંત્રણ
ઉલ્લેખનીય છે કે ભારતની સાથે સાથે ચીનનો ભૂટાન સાથે પણ ઘણા સીમા વિવાદ છે. જો કે ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે હાલમાં જ પાંચ દિવસની ભારત મુલાકાતે આવ્યા હતા. તેમણે પીએમ મોદીને ભૂતાન આવવા આમંત્રણ આપ્યું હતું.
પાડોશી પ્રથમ નીતિ પર ભાર
પીએમ મોદીના ભૂટાન પ્રવાસને લઈને વિદેશ મંત્રાલયનું નિવેદન પણ સામે આવ્યું છે. મંત્રાલયે કહ્યું કે ભારત અને ભૂટાન એક અનોખી અને કાયમી ભાગીદારી ધરાવે છે. આ ભાગીદારીનું મૂળ પરસ્પર વિશ્વાસ, સમજણ અને સદ્ભાવના છે.
ભૂટાનમાં શું છે કાર્યક્રમ ?
21 અને 22 માર્ચે તેમની રાજ્ય મુલાકાત દરમિયાન પીએમ મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને તેમના પિતા જિગ્મે સિંગે વાંગચુકને મળશે. અધિકારીઓએ જણાવ્યું કે મોદી ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેને પણ મળશે. પીએમની મુલાકાતમાં ભારત અને ભૂટાન વચ્ચે દ્વિપક્ષીય અને પ્રાદેશિક બાબતો પર મંતવ્યોનું આદાનપ્રદાન અને બંને દેશોના લોકોને લાભ થાય તે માટે ભાગીદારીને આગળ લઈ જવા અને તેને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચાનો સમાવેશ થશે.


