- એનઆઇએ કોર્ટના ર્ના ખાસ જજ કમલ એમ.સોજીત્રાએ આકરા વલણ સાથે ફ્ગાવી
- કેસમાં આરોપીઓ વિરુધ્ધ પૂરતા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ ઉપલબ્ધ
- ગુનાની ગંભીરતા અને આરોપીઓ વિરુદ્ધના પ્રથમદર્શનીય કેસને જોતાં આરોપીઓની ડિસ્ચાર્જ અરજી
મુંદ્રાથી 2021માં પકડાયેલા રૂ.21 હજાર કરોડના ચકચારભર્યા હેરોઇન પ્રકરણમાં આઠ આરોપીઓની કેસમાં બિનતહોતમ છૂટવા માટે કરાયેલી ડિસ્ચાર્જ અરજી અત્રેની સ્પેશ્યલ એનઆઇએ કોર્ટના ર્ના ખાસ જજ કમલ એમ.સોજીત્રાએ આકરા વલણ સાથે ફ્ગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું કે, ચાર્જશીટના કેસ પેપર્સ જોતાં આ કેસમાં આરોપીઓ વિરુધ્ધ પૂરતા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ ઉપલબ્ધ છે, જે તેમની સામે કેસનો ટ્રાલ ચલાવવા માટે પૂરતા છે. તપાસનીશ એજન્સી એનઆઇએ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં પૂરતા પુરાવા એકત્ર કરાયા છે., તેથી ગુનાની ગંભીરતા અને આરોપીઓ વિરુદ્ધના પ્રથમદર્શનીય કેસને જોતાં આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફ્ગાવી છે.
સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે આરોપી મોહમંદખાન અખલકી અબ્દુલ ખાન, રાજુકમાર પેરૂમલ, ફરદીન ઓમેર આમ્રે, સુભાન આર્યનફર, ઓહાન માધવ વાઘુદાડે, પ્રદીપકુમાર આનંદસીંગ, સુશાંત સરકાર અને પ્રિન્સ શર્માની ડિસ્ચાર્જ અરજી ફ્ગાવી દીધી હતી. ખાસ સરકારી વકીલ મુકેશ કાપડિયાએ કોર્ટને જણાવ્યું હતું કે, એનઆઇએના કેસ મુજબ, આરોપીઓની મોડેસ ઓપરેન્ડીનો તા.13-9-2021ના રોજ ત્યારે પર્દાફશ થયો કે જયારે ડીઆરઆઇ ગાંધીધામ દ્વારા મુંદ્રા પોર્ટ પરથી અર્ધપ્રક્રિયા કરાયેલ ટેલ્ક સ્ટોનના કન્સાઇનમેન્ટની આડમાં 2988.21 કિલોગ્રામ જેટલો નારકોટીક્સ ડ્રગ્સના હેરોઇનનો બહુ મોટો જથ્થો જપ્ત કરાયો હતો. જેની કિંમત રૂ.21 હજાર કરોડ આંતરરાષ્ટ્રીય બજારમાં થતી હતી. આ કન્સાઇનમેન્ટ મેસર્સ આશી ટ્રેડીંગ કંપનીએ ઇમ્પોર્ટ કર્યું હતું અને અફ્ઘાનિસ્તાન સ્થિત હસન હુસૈન લિ. ર્ફ્મ દ્વારા તે એક્ષ્પોર્ટ કરાયું હતું. કેસની ગંભીરતા ધ્યાને લઇ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ તા.6-10-2021ના રોજ એનઆઇએને સોંપવામાં આવી હતી.


