ધારીની મેઇન બજારમાં રોડ પર વષૉ જૂનો ટેલિફોનનો પોલ ઉભો હતો અને નીચેથી સાવ સડી ગયો હતો અને ઉપર વીજ લાઈન પણ છે ત્યારે મેઇન બજારમાં લોકોથી મઘમઘતી રહે છે ત્યારે આ પોલ ધરાશયી થાય અને કોઈ મોટી દુર્ઘટના કે જાન હાની થાય તે પહેલાં અગ્રે ગુજરાતના રિપોર્ટર અરુણ વેગડાને ધ્યાન પર આવતાં આ પોલનો ફોટા સાથે અગ્રે ગુજરાતમાં એહવાલ પ્રસિધ્ધ કરતા અને ટેલીફોન વિભાગના અઘિકારીનું ધ્યાન દોરતા તંત્ર દ્વારા આ જોખમી પોલ કાઢી લેવાયો હતો


