વાહનોની આઠ કિલોમીટર લાંબી લાઈનો લાગી
રાજકોટ માર્કેટયાર્ડની માર્ચ એન્ડીગની રજા પૂરી થતાંની સાથે જ આજથી માર્કેટિંગ યાર્ડમા વાહનોની આવક સવારેથી ચાલુ થઇ ગઇ હતી જેમાં ચણા તથા ધાણા તથા ઘઉં તથા અન્ય જણસીઓના ભરેલા વાહનોની ૮ કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. અંદાજે ૧૨૦૦ થી વધુ વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ચણા તથા ધાણા તથા ઘઉં તથા અન્ય જણસીઓની ઉતરાઈ કરાવવામાં આવી હતી. આવતીકાલથી જણસીની હરરાજી શરૂ કરવામાં આવશે તેમ યાર્ડના સુત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પુરતા ભાવ મળતા હોવાના કારણે પડધરી, સરધાર, કુવાડવા, અમરેલી સહિતના વિવિધ જીલ્લામાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવી રહ્યા છે જેમાં માર્ચ એન્ડીગના કારણે માર્કેટ યાર્ડ સાત દિવસ બંધ રહ્યા બાદ આજથી ફરી માલની ઉતરાઈ કરવાનું શરૂ કરવામાં આવતા વાહનોની આઠ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી.તમામ વાહનોને તબબકાવાર પ્રવેશ આપવા માટે તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરાની આગેવાનીમાં સમગ્ર ડીરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.


