આ કૌભાંડ માટે જવાબદાર કોણ: ધરમ કામલીયાનો આક્ષેપ
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે તમામ પ્રવેશ મધ્યસ્થ ગુજરાત કોમન એડમિશન સર્વિસ મારફતે થવાના છે ત્યારે આજથી જુદા જુદા વિષયોના પ્રવેશ માટે પોર્ટલ શરૂ થયું છે વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટની રાષ્ટ્રીય શાળામાં ભાડે ચાલતી ઇન્ટિરિયર ડિઝાઇન કોલેજમાં પ્રવેશ માટે પ્રયત્ન કરવામાં આવ્યો અને G.C.A.S ના પોર્ટલ માં પ્રવેશ માટેની કાર્યવાહી થઈ શકી. અત્રે છે કે અગાઉના કુલપતિ અને સિન્ડિકેટર આ કોલેજનું જોડાણ તાત્કાલિક અસરથી રદ કરી રાજ્ય સરકારને જાણ કરવામાં આવી હતી આ કોલેજમાં ગયા વર્ષે કોઈ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો તેમ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને કુલ સચિવ એ ભ્રષ્ટાચાર કરી અને રાષ્ટ્રીય શાળામાં ભાડે ચાલતી ઇન્ટિરિયર ડિઝાઇન કોલેજનું સરકારે બંધ કરેલ જોડાણ જાતે પુનઃસ્થાપિત કર્યું અને જીસીએએસ માં પોર્ટલમાં પ્રવેશ મેળવી શકાય તેવી વ્યવસ્થા કરી આપી છે આ માટે આ કુંભારના જવાબદાર કોણ છે તેવો સવાલ પૂર્વ સિન્ડિકેટ ટેક્સ સિન્ડિકેટ સભ્ય ધરમ કામલિયાએ આક્ષેપ કર્યો છે.
પૂર્વ સિન્ડિકેટ સભ્ય ધરમ કામલિયાએ એવો આક્ષેપ કર્યો છે કે આ વર્ષે વર્તમાન કુલપતિ નીલાબરી બેન દવે અને કુલ સચિવ રમેશ પરમારે કોઈના ધ્યાનમાં ન આવે એ રીતે રાજ્ય સરકારને રાષ્ટ્રીય શાળામાં ચાલતી આ નેશનલ સ્કૂલ ફોર ઇન્ટિરિયર ડિઝાઇનનું જોડાણ બારોબાર કોઈ સતામંડળની મંજૂરી લીધા વગર ભ્રષ્ટાચાર આચરી અને અને મંજૂર કરી રાજ્ય સરકારના જીસીએએસ પોર્ટલમાં કોલેજ ચાલુ છે એવું બતાવી દીધું કુલ સચિવનો કાર્યભાર સંભાળતા પરમાર પહેલા જોડાણ વિભાગના અધિકારી હતા એટલે આ સમગ્ર કુંભાર તેમની અને કુલપતિ નિલંબરી દવેની દેખરેખ હેઠળ સરળતાથી કરી શકાયુ. રાષ્ટ્રીય શાળાની ઇન્ટિરિયર ડિઝાઇન કોલેજના સંચાલકો પણ ખૂબ ઊંચી પહોંચ ધરાવે છે ભૂતકાળમાં કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અધ્યાપકો વગર આ કોલેજ પૂર્વ સિન્ડિકેટ સભ્યોની મહેરબાની છે 15 વર્ષ સુધી ચાલી હતી આજે કોલેજમાં એન એસ યુ આઈ દ્વારા જીસીએએસ પોટલમાં પ્રવેશ માટે અરજી કરવામાં આવી હતી અને પોર્ટલમાં આ અરજી સ્વીકારાય પણ ગઈ.
જો કોલેજનું જોડાણ રદ થઈ ગયું તે કોલેજમાં પ્રવેશની અરજી સ્વીકારે ગઈ આ બાબત જ સૂચવે છે કે જીસીએએસ મોડલ રાજ્ય સરકારનું નિષ્ફળ મોડેલ છે અને યુનિવર્સિટીના સત્તાધીશોને ભ્રષ્ટાચાર કરવા માટેનો દરવાજો છે રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પૂછવું જોઈએ કે જોડાણ રદ છે નેશનલ સ્કૂલ ફોર ઇન્ટિરિયર ડિઝાઇન ની કોલેજ ની પોર્ટલ માં કેવી રીતે આવી ? આ કૌભાંડના જવાબદાર સામે પગલા લેવા જોઇએ તેમ ધરમ કામલિયાએ આક્ષેપ કર્યો છે.


