- ચેહર એસ્ટેટના પ્લાસ્ટિકના એક ગોડાઉનમાં આગ
- ગોતાના ચાણક્યપુરી બ્રિજ રોડ પરનો બનાવ
- 13થી વધુ ફાયર ફાયટરે આગ પર મેળવ્યો કાબૂ
અમદાવાદમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં ગોતાના ચાણક્યપુરી બ્રિજ રોડ પર આ ઘટના બની છે. તેમાં 13થી વધુ ફાયર ફાયટરે આગ પર કાબૂ મેળવ્યો છે. જેમાં અમદાવાદ ગોતા વિસ્તારના ચાણક્યપુરી બ્રિજ રોડ પ્લાસ્ટિકના ગોડાઉનનોમાં ભીષણ આગ આગને કાબુ લેવામાં આવી છે.
સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક આવેલા એસ્ટેટમાં આગ લાગી
અમદાવાદ ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ મોડીરાત્રે 1.30 વાગ્યે ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે, ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક આવેલા એસ્ટેટમાં આગ લાગી છે. જેને લઈ ફાયર બ્રિગેડની ટીમો રવાના કરવામાં આવી હતી. ચેહર એસ્ટેટના પ્લાસ્ટિકના એક ગોડાઉનમાં આગ શરૂ થઈ હતી અને જોત જોતામાં દસ મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આખી રાત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી
ઉલ્લેખનીય છે કે 13થી વધુ ફાયર બ્રિગેડની ગજરાજ સહિત મોટા વાહનો તેમજ મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડનો સ્ટાફ આગ બુજાવાની કામગીરીમાં જોડાયો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક આવેલા ચેહર એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડીરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. વિકરાળ આગમાં ચારથી પાંચ જેટલા ગોડાઉન બળીને ખાક થઈ ગયા હતા. ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા આખી રાત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.


