- સંરક્ષણ ક્ષેત્રે ભારતની નિકાસ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો
- રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ અંગે માહિતી આપી
- ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં 32.5 ટકાનો વધારો
સંરક્ષણ ક્ષેત્રે ભારતની નિકાસ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ અંગે માહિતી આપી છે. તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24માં ભારતની સંરક્ષણ નિકાસ 21,083 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં 32.5 ટકાનો વધારો થયો છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે અન્ય એક પોસ્ટમાં લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાનેતૃત્વ હેઠળ સંરક્ષણ મંત્રાલયે દેશના સંરક્ષણ ઉત્પાદન અને નિકાસને વધારવા માટે ઘણા પગલાં લીધા છે. ખાનગી ક્ષેત્ર અને DPSY સહિત અમારા સંરક્ષણ ઉદ્યોગોએ છેલ્લા કેટલાક વર્ષોમાં સારું પ્રદર્શન કર્યું છે. તેમણે સંરક્ષણ નિકાસ ક્ષેત્રના તમામ હિતધારકોને આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તમને જણાવી દઈએ કે શરૂઆતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા પર ભાર આપી રહી છે.


