By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 hour ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    23 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: દક્ષિણ ગુજરાત તરબોળ, કચ્છ હજુ તરસ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

દક્ષિણ ગુજરાત તરબોળ, કચ્છ હજુ તરસ્યું

Editor
Last updated: 2026/07/09 at 3:32 PM
43 minutes ago
Share
દક્ષિણ ગુજરાત તરબોળ, કચ્છ હજુ તરસ્યું
SHARE

મેઘરાજાએ માર્યો બ્રેક

દક્ષિણ ગુજરાત તરબોળ, કચ્છ હજુ તરસ્યું

રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ પૂર્ણ, છેલ્લા 24 કલાકમાં માત્ર 60 તાલુકામાં વરસાદ : દક્ષિણ ગુજરાત 34.69% વરસાદ સાથે ટોચ પર : કચ્છમાં માત્ર 1.92% વરસાદ

અગ્ર ગુજરાત, રાજકોટ

છેલ્લા એક સપ્તાહ સુધી ગુજરાતના અનેક વિસ્તારોને ધમરોળનારા મેઘરાજાએ હવે જાણે વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યભરમાં વરસાદી સિસ્ટમ નબળી પડતાં છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર 14 જિલ્લાના 60 તાલુકામાં જ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર હજુ પણ યથાવત્ રહેતાં વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં સૌથી વધુ 38 મીમી એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર તથા મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે બ્રેક લગાવી ઉઘાડ જોવા મળ્યો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ સરેરાશ 223.88 મીમી એટલે કે 24.63 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સામાન્ય રીતે સિઝનમાં 908.88 મીમી વરસાદ થતો હોય છે, તેની સરખામણીએ પ્રથમ રાઉન્ડમાં ચોથા ભાગ જેટલો વરસાદ વરસી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રભુત્વ રહ્યું હતું. વલસાડના નાનાપોંઢામાં 38 મીમી વરસાદ ઉપરાંત કપરાડામાં 34 મીમી અને ધરમપુરમાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાના આહવામાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભરૂચ, નર્મદા, તાપી અને નવસારી જિલ્લામાં પણ છૂટાછવાયા ઝાપટાં નોંધાયા હતા.
બીજી તરફ કચ્છ અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદનો એક ટીપો પણ નોંધાયો નહોતો. અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી વિરામ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઘોઘા અને જેસરમાં સામાન્ય ઝાપટાં સિવાય મોટાભાગના જિલ્લાઓમાં આકાશ ખુલ્લું રહ્યું હતું.
રાજ્યમાં વરસાદના વિતરણ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાત સૌથી આગળ છે. અહીં અત્યાર સુધી સિઝનનો 34.69 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 27.61 ટકા વરસાદ થતાં અનેક ડેમોમાં નવી આવક શરૂ થઈ છે. મધ્ય ગુજરાતમાં 17.31 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા જ્યારે કચ્છમાં માત્ર 1.92 ટકા વરસાદ નોંધાતા ત્યાં હજુ ચિંતાજનક સ્થિતિ યથાવત્ છે.
રાજ્યના વરસાદી આંકડા પણ રસપ્રદ ચિત્ર રજૂ કરે છે. અત્યાર સુધી ત્રણ તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 29 તાલુકામાં 20થી 40 ઇંચ, 35 તાલુકામાં 10થી 20 ઇંચ, 78 તાલુકામાં 5થી 10 ઇંચ, 88 તાલુકામાં 2થી 5 ઇંચ અને 28 તાલુકામાં બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યના સાત તાલુકા હજુ પણ સંપૂર્ણ કોરા છે, જ્યાં મેઘરાજાની મહેર હજુ સુધી પહોંચી નથી. હવામાનમાં આવેલા આ બદલાવ વચ્ચે હવે ખેડૂતોની નજર આગામી વરસાદી રાઉન્ડ પર મંડાઈ છે. હાલ તો મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.

દક્ષિણ ગુજરાત વરસાદમાં નંબર-1

રાજ્યના તમામ ઝોનમાં દક્ષિણ ગુજરાત સૌથી આગળ છે. અહીં અત્યાર સુધી સિઝનનો 34.69 ટકા વરસાદ નોંધાયો છે. વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ થતાં નદીઓ અને જળાશયોમાં નવી આવક થઈ છે.

સૌરાષ્ટ્રમાં 27.61% વરસાદ

સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સિઝનનો 27.61 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહના ભારે વરસાદ બાદ હવે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી વિરામ જોવા મળી રહ્યો છે.

કચ્છ હજુ વરસાદ માટે તરસ્યું

રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો છે. સમગ્ર ઝોનમાં માત્ર 1.92 ટકા વરસાદ થતાં ખેડૂતો અને પશુપાલકોની ચિંતા હજુ યથાવત્ છે.

સાત તાલુકામાં હજુ વરસાદનો ખાતો જ નથી

રાજ્યના 7 તાલુકા એવા છે જ્યાં હજુ સુધી એક ટીપો પણ વરસાદ પડ્યો નથી. જ્યારે 28 તાલુકામાં બે ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.

ત્રણ તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ

ગુજરાતના 3 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ઉપરાંત 29 તાલુકામાં 20થી 40 ઇંચ અને 35 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે.

24 કલાકમાં નાનાપોંઢા રહ્યું ટોચ પર

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ 38 મીમી (દોઢ ઇંચ) વરસાદ વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં નોંધાયો. કપરાડા બીજા ક્રમે અને ધરમપુર ત્રીજા ક્રમે રહ્યું.

પ્રથમ વરસાદી રાઉન્ડ પૂર્ણતાની આરે

રાજ્યમાં અત્યાર સુધી 223.88 મીમી સરેરાશ વરસાદ નોંધાયો છે, જે સિઝનના સામાન્ય વરસાદના 24.63 ટકા બરાબર છે. હવે પ્રથમ વરસાદી રાઉન્ડ પૂર્ણ થવાના સંકેતો જોવા મળી રહ્યા છે.

હવે ખેડૂતોની નજર બીજા વરસાદી રાઉન્ડ પર

હાલ વરસાદે વિરામ લેતાં ખેતરોમાં ઉઘાડ જોવા મળી રહ્યો છે. વાવણી બાદ પાકના વિકાસ માટે ખેડૂતો હવે આગામી વરસાદી સિસ્ટમ અને બીજા વરસાદી રાઉન્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

You Might Also Like

સમય ટ્રેડિંગનું વધુ એક કરોડોનું કૌભાંડ : 58 લાખનું રોકાણ ડૂબાડ્યાની મહિલાની ફરિયાદ

સિવિલની સિદ્ધિ : ચાર માસની બાળકીની ઓવેરિયન સિસ્ટની સફળ લેપ્રોસ્કોપિક સર્જરી

પડધરી સરકારી કોલેજમાં મોબાઈલનું રાજ, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો

આજી, લાલપરી, ન્યારી, ખોખડદળ નદી, ત્રંબા સહિતના જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ

 ૪-૫ ઇંચ વરસાદમાં જ શહેરમાં ૮૭ સ્થળો જળમગ્ન થવાની શકયતા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાંબેલાધારથી રાજ્યના મુખ્ય જળાશયોની સપાટીમાં વધારો
રાજકોટ

સાંબેલાધારથી રાજ્યના મુખ્ય જળાશયોની સપાટીમાં વધારો

Editor By Editor 1 day ago
ઉદ્યોગોને ૧૦૦ ટકા વીજળી મળશે : ડેટા સેન્ટર પોલીસી જાહેર
સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ
મંત્ર ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બાળકો માટે ‘Welcome to the Jungle’ ફિલ્મનો શો યોજાયો
રોજી રોટી રળવા આવેલા મહેસાણાના યુવાનનું ઢાંઢણી ગામના તળાવમાં ડૂબી જતાં મૃત્યુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?