- કોઈપણ નિર્ણય પહેલા આગેવાનો સાથે વાત કરીશું: રમજુભા
- સમાધાનનો વિષય નથી એ લોકો શું કહે છે સાંભળીશું
- જે મુદ્દા કહેશે એ સમગ્ર સમાજ સાથે ચર્ચા કરીશું
છેલ્લા થોડાં દિવસોથી ચાલી રહેલા ક્ષત્રિય સમાજ અને પરશોત્તમ રૂપાલાના મુદ્દા પર આખરે સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખથી લઈ કોર કમિટીના સભ્યો બેઠક કરી શકે છે. આ વચ્ચે આવતીકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની મિટિંગ મળી રહી છે જેમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી શકે છે.
અફવાથી દૂર રહેવું જોઇએ
અમદાવાદમાં આવતીકાલે 12 વાગ્યે કોર કમિટીની મિટિંગ મળી રહી છે. જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. આ પહેલાં ક્ષત્રિય સમાજના આગેવાન રમજૂભા જાડેજાએ જણાવ્યું કે, ઉમેદવારી કેન્સલનાં મુદ્દે કોઈ સમાધાન નહીં થાય અને કોઈપણ નિર્ણય પહેલા આગેવાનો સાથે વાત કરીશું. આ મુદ્દે તેમણે એવું પણ કહ્યું કે, બિન જરૂરી અફવાથી દૂર રહેવું જોઇએ.
ક્ષત્રિય સમાજને સમજાવવામાં પાટીલ આગળ આવ્યા
જ્યારે એક તરફ આજે સવારે મળેલી ભાજપની બેઠકમાં ક્ષત્રિયોને મનાવવની રણનીતિ ઘડાઇ છે. જેમાં પાટીલે રૂપાલાને માફ કરવા વિનંતી કરી છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું છે કે પરશોત્તમ રૂપાલાએ 3 વખત માફી માંગી છે. પણ રોષ ઓછો થતો નથી. જેના માટે યોગ્ય રજુઆત કરવામાં આવશે.
આવતીકાલે અમદાવાદમાં સમાજની બેઠક
આ તરફ અમદાવાદમાં ક્ષત્રિય સમાજ અગ્રણીઓ પણ આવતીકાલે બેઠક કરી રહ્યા છે. જેના પહેલાં તેઓ મુખ્યત્વે સમાધાનનો વિષય નથી એ લોકો શું કહે છે સાંભળીશું ત્યારબાદ સમાજ આગેવાનો સાથે વાત કરીને આગળ ચાલીશું. તેમજ આ મુદ્દે આખો સમાજ જે કહેશે તે લાગણી જેના હિસાબે નિર્ણય લેવામાં આવશે. સમાજની જવાબદારી સમજીને નિર્ણય લેવામાં આવશે તેવું પણ બેઠક પહેલાં કહેવામાં આવી રહ્યું છે.


