- લાકડાની ઝોલીમાં સગર્ભાને પગપાળા લઈ જવાઈ
- પાકા રસ્તાના અભાવે 108 અંદરના જઈ શકી
- નસવાડીના કુંડા ગામના નોલિયાબારી ફળિયાની આ ઘટના
છોટાઉદેપુરમાં નસવાડીમાં “વિકાસ”ની દયનીય સ્થિતિ જોવા મળી છે. જેમાં લાકડાની ઝોલીમાં સગર્ભાને પગપાળા લઈ જવાઈ છે. તેમાં 3 કિ.મી. ચાલીને સગર્ભાને 108 સુધી લઈ જવાઈ છે. પાકા રસ્તાના અભાવે ગામમાં 108 અંદર જઈ શકી નહી.
સગર્ભાને ઈકો કારથી નિશાના ગામે ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી
3 કિ.મી. ચાલ્યા બાદ પણ સગર્ભાને ઈકો કારમાં લઈ જવાઈ છે. જેમાં સગર્ભાને ઈકો કારથી નિશાના ગામે ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી છે. સરકારના વિકાસના દાવાને ઉજાગર કરતા વીડિયો સામે આવ્યા છે. છેવાડાના લોકો સુધી વિકાસની સરકારની વાતો પોકળ છે. જેમાં નસવાડીના કુંડા ગામના નોલિયાબારી ફળિયાની આ ઘટના છે. જેમાં ફરી એકવાર વિકાસનો પનો નસવાડી તાલુકામાં ટૂંકો પડ્યોની ઘટના સામે આવી છે.
પરિવારજનો ત્રણ કિલોમીટર પગપાળા કાચા રસ્તે ચાલવા મજબુર
નસવાડી તાલુકાના કુંડા ગામના નોલીયાબારી ફળિયાની સગર્ભાને લાકડાની જોલીમા નાખી પરિવારજનો ત્રણ કિલોમીટર પગપાળા કાચા રસ્તે ચાલવા મજબુર બન્યા છે. તેમજ ત્રણ કિલોમીટર ચાલીને પણ ઇકો ખાનગી ગાડીમાં સગર્ભાને કળસતી હાલતમાં 108 સુધી લઈ ગયા હતા. કાચા રસ્તે 108 આવતી ન હોય નિશાના ગામે 108 ઉભી હોય સગર્ભાને ત્યાં પહોંચાડવામાં આવી હતી.


