- ફરી એકવાર ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા આમને-સામને
- દક્ષિણ કોરિયા પર હુમલો કરવાની વેતરણમાં કિમ જોંગ
- ઉત્તર કોરિયાના બંધારણમાં ફેરફાર યુદ્ધનો સૌથી મોટો સંકેત
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ પોતાની અવારનવાર આપવામાં આવતી ધમકીઓ અને પરમાણુ મિસાઈલોના પરીક્ષણ માટે વિશ્વભરમાં કુખ્યાત છે. તો આ દરમિયાન, કેટલાક વિશ્લેષકોએ ચિંતા વ્યક્ત કરી છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં કિમ જોંગે વાસ્તવિક યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી છે. છેલ્લા 13 વર્ષોમાં કિમ જોંગ વધુ આક્રમક વલણ અપનાવતા સરહદો પર પરીક્ષણ કરી રહ્યો છે. ઉત્તર કોરિયાની પરમાણુ ક્ષમતાઓ અને મિસાઇલ કાર્યક્રમોમાં ઝડપી પ્રગતિથી પ્રેરિત સરમુખત્યાર કિમ જોંગએ 2024 ની શરૂઆતમાં જ ઉત્તર કોરિયાના બંધારણમાંથી શાંતિપૂર્ણ એકીકરણના ધ્યેયને નાબૂદ કરીને સાબિત કરી દીધું છે કે તેના ઈરાદાઓ શું છે.
કિમ જોંગ કરી શકે છે દક્ષિણ કોરિયા પર હુમલો
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 10 એપ્રિલના રોજ દક્ષિણ કોરિયાની ચૂંટણી પહેલા કિમ પોતાના ઈરાદાઓની થોડી ઝલક બતાવી શકે છે. અગ્રણી વિશ્લેષકોનો દાવો છે કે કિમ હવે મોટી રમત રમવાના મૂડમાં છે. જો કે, મોટાભાગના કોરિયન સંઘર્ષો પર નજર કરીએ તો કિમ જોંગને હમેશા વિનાશનો સામનો કરવો પડ્યો છે.
દાદા જેમ જ આક્રમક છે કિમ જોંગ: હેકર
પૂર્વ CIA અધિકારી રોબર્ટ કાર્લિન અને પરમાણુ વૈજ્ઞાનિક સિગફ્રાઈડ હેકરે 2024 ની શરૂઆતમાં લખ્યું હતું કે, 1950ના દાયકામાં તેમના દાદાની જેમ, કિમ જોંગ ઉને યુદ્ધમાં જવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે, જે ઉત્તર કોરિયા પર કેન્દ્રિતછે. તેમણે એવું અનુમાન નહોતું લગાવ્યું કે આટલા જલ્દી કરશે.
દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે તમામ અટકળો પર સિઓલનો જવાબ સ્પષ્ટ છે. જો કિમ યુદ્ધની શરૂઆત કરે છે, તો ઉત્તર કોરિયા ચોક્કસપણે વિશ્વના નકશા પરથી સંપૂર્ણપણે ભૂંસાઈ જશે.


