- છેલ્લા કેટલાય સમયથી ભારત-માલદીવ વચ્ચે તણાવ
- માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મૂઈજ્જૂએ આપ્યું નિવેદન
- ભારતીય જવાનોને પરત મોકલવાની કામગીરી 10મી મે સુધી પૂર્ણ કરાશે
માલદીવ ભારત વચ્ચેના વિવાદને કારણે બંને દેશો વચ્ચે વણસેલા સંબંધોમાં કડવાશ હજુ પણ યથાવત છે. દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મૂઈજ્જૂએ બુધવારે ફરી એકવાર માલદીવમાં ભારતીય સૈનિકોની હાજરીને લઈને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે તેમના દેશમાં હાજર ભારતીય સૈનિકોની બીજી બેચ આ મહિને જ પરત મોકલી દેવામાં આવશે. તેમણે ફરી એકવાર પુનરાવર્તન કહ્યું હતું કે તમામ ભારતીય સૈનિકોને પરત મોકલવાની પ્રક્રિયા 10 મે સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. મૂઈજ્જુનું આ નિવેદન માલદીવમાંથી ભારતીય સૈનિકોની હટાવવાના ત્રણ અઠવાડિયા બાદ આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ માલદીવમાં બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટનું સંચાલન કરતા 88 ભારતીય સૈનિકોમાંથી 25 સૈનિકો 10 માર્ચની નિર્ધારિત તારીખ પહેલા માલદીવથી રવાના થઈ ગયા હતા. તેમની જગ્યા એક ભારતીય નાગરિક પક્ષે લીધી હતી. બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટનું સંચાલન કરતાં માલદીવના કર્મચારીઓએ દ્વીપસમૂહ રાષ્ટ્રમાં માનવીય અને તબીબી સ્થળાંતર સેવાઓ પૂરી પાડી હતી.
માલદીવના સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૂઈજ્જુએ આ નિવેદન એક મીટિંગ દરમિયાન આપ્યું હતું. આ દરમિયાન તેમણે માલદીવની સ્વતંત્રતા જાળવી રાખવાની પોતાની પ્રતિબદ્ધતાનું પણ પુનરાવર્તન કર્યું હતું. તેમણે ભાર દઈને જણાવ્યું હતું કે તેમની સરકાર વચનો પૂર્ણ કરવા માટે સમર્પિત છે. વિગતવાર માહિતી આપતા મૂઈજ્જુએ કહ્યું કે બંને દેશો વચ્ચે થયેલા કરારો મુજબ ભારતીય જવાનોને પાછા મોકલવાની પ્રક્રિયા પહેલેથી જ ચાલી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સૈનિકોની બીજી બેચ આ મહિનાની અંદર પાછી મોકલવામાં આવશે અને બાકીની ત્રીજી બેચને 10 મે સુધીમાં પાછી મોકલી દેવાશે.
કોઈપણ પ્રકારના કપડામાં નહિ રહે ભારતીય સેના
આ પહેલીવાર નથી કે જ્યારે મૂઈજ્જુએ ભારતીય જવાનોને પાછા મોકલવાને લઈને નિવેદન આપ્યું હોય. ગત મહિને પણ તેમણે કહ્યું હતું કે, ’10 મે પછી દેશમાં કોઈ ભારતીય સૈનિક હાજર રહેશે નહીં. ન તો નાગરિક વસ્ત્રોમાં કે ન તો લશ્કરી યુનિફોર્મમાં. ભારતીય સેના આ દેશમાં કોઈપણ પ્રકારના કપડામાં નહીં રહે. હું આ વિશ્વાસ સાથે કહું છું.


