- શોર્ટ નોટિસ પર 500થી વધુ યુવાનો અને આગેવાનોની રણનીતિ બેઠક
- એકસુરે રૂપાલાના બફાટ અંગે વિરોધ વ્યક્ત કરતા ટિકિટ રદ્દ કરવા માંગ
- 7 એપ્રિલને રવિવારના રોજ સાંજના સમયે મહાસંમેલન યોજાશે
પરશોત્તમ રૂપાલાની અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજની અનોખી રણનીતિ સાથે મહાસંમેલન યોજાશે. તેમજ મહાસંમેલન આયોજન રણનીતિ અંગે ધંધુકા રાજપૂત સમાજ બોર્ડિંગ ખાતે મહાબેઠક યોજાઈ છે. જેમાં 2 જિલ્લાના 4 તાલુકાના 500 થી વધુ ક્ષત્રિય યુવાનો આગેવાનો 3 કલાકની શોર્ટ નોટિસ પર એકત્ર થયા છે.
7 એપ્રિલને રવિવારના રોજ સાંજના સમયે મહાસંમેલન યોજાશે
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તેમજ બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાળા તાલુકાના ક્ષત્રિયો મહાસંમેલન રણનીતિ અંગે એકત્ર થયા છે. જેમાં ધંધુકા ખાતેની ચુડાસમા રાજપુત સમાજની બોર્ડિંગ ખાતે બેઠક યોજાઈ છે. તેમજ ધંધુકા ખાતે આગામી 7 એપ્રિલને રવિવારના રોજ સાંજના સમયે હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહિલા, યુવાનો અને આગેવાનોનું મહાસંમેલન યોજાશે.
એકસુરે રૂપાલાના બફાટ અંગે વિરોધ વ્યક્ત કરતા ટિકિટ રદ્દ કરવા માંગ
ઉપસ્થિત સૌએ એકસુરે રૂપાલાના બફાટ અંગે વિરોધ વ્યક્ત કરતા ટિકિટ રદ્દ કરવા માંગ કરી છે. ત્યારે મહાસંમેલનને લઈ રૂપાલા અને ભાજપની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. ભાજપ તરફથી મધ્યસ્થી કરવા ગયેલા ક્ષત્રિય આગેવાન પૂર્વમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વિસ્તાર અને સમાજમાં પણ ભારોભાર રોષ છે. રૂપાલા મામલે વિરોધ વ્યકત કરી બેઠક અને આગામી મહાસંમેલન કાર્યક્રમ અંગે આગેવાનોએ પ્રતિક્રિયા આપી છે.
શોર્ટ નોટિસ પર 500 થી વધુ યુવાનો અને આગેવાનોની રણનીતિ બેઠક
પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુધ્ધના બફાટ મામલે દિવસેને દિવસે રોષ વધી રહ્યો છે. જેમાં વધુ 2 જિલ્લાના 4 તાલુકાઓના ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો છે. જે અંતર્ગત ધંધુકા ખાતે શોર્ટ નોટિસ પર 500 થી વધુ યુવાનો અને આગેવાનોની રણનીતિ બેઠક યોજાઇ છે.


