- મધ્ય અને ઉત્તર ગુજરાત બાદ કચ્છ સૌરાષ્ટ્રમાં યોજાશે મહા સંમેલન
- રાજકોટ-મોરબી રોડ પર ક્ષત્રિયો થશે એકઠા
- રૂપાલાના વિરોધને લઈ સંમેલનમાં ઘડાશે રણનીતિ
રાજકોટમાં છેલ્લા કેટલાય દિવસથી ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે. રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણી અને ત્યારબાદ તેના પ્રત્યાઘાતો સરકારની ચિંતા વધારી દીધી છે. આ બાદ આખેઆખુ રાજપૂત સમાજ રુપાલા વિરુદ્ધ આંદોલન પર ઉતર્યુ છે અને હવે આ આનંદોલન દેશ વ્યાપી બની ગયુ છે.રાજકોટમાં રવિવારે રાજકોટ મોરબી રોડ પર વિશાળ સંખ્યામાં આંદોલન યોજાશે,જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહે તેવુ અનુમાન લગાવામાં આવ્યું છે.
રુપાલાના વિરોધ વચ્ચે ભાજપનું કેમ્પેઈન
ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી પ્રબળમાં કરી રહ્યું છે. બીજી તરફ ભાજપ રૂપાલાને ઉમેદવાર તરીકે ચાલુ રાખવા માટે મક્કમ છે. આ બધાની વચ્ચે ભાજપે હું ભાજપ સાથે છું હું રૂપાલા સાથે છું,હું મોદી સાથે છું કેમ્પેઈન શરુ કર્યું છે. લોકસભાની ચૂંટણી નજીક છે જેને લઈને હાલ ઉમેદવારોના ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે રાજકોટ લોકસભા વિસ્તારમાં જનસમર્થન હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન રૂપાલાના સમર્થનમાં બેનરો લગાડીને હવે સોશિયલ મિડીયામાં કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું.લોકસભા ચૂંટણી માટે હવે 16 એપ્રિલના રોજ પરશોત્તમ રુપાલા ઉમેદવારી ફોર્મ પણ ભરવા જઈ રહ્યા છે. ભાજપ પણ રાજકોટમાં પરશોત્તમ રુપાલાને લઈને અડગ છે ત્યારે હવે રુપાલાના સમર્થનમાં કેમ્પેઈન શરુ કરતા રાજકોટ સહિત અનેક વિસ્તારોના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
16 એપ્રિલે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવશે
આગામી 16 એપ્રિલે સવારે 10.30 વાગ્યે પરશોત્તમ રુપાલા ફોર્મ ભરવા જશે, ત્યારે અહીં જાહેર જંગી સભા કરવામાં આવશે. આ જાહેર સભાના ભાગરૂપે આજથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20થી 25 હજાર લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા.
પ્રચારની શરૂઆત
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ રાજકોટથી જ ઉમેદવારી કરવાનું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે,ઉમેદવારી પત્રક ભરવાની તારીખ બે દિવસમાં નક્કી થઈ જશે.ઉમેદવારીના દિવસે જબરદસ્ત સમર્થનના રૂપાલાએ સંકેત આપ્યા છે તેમણે ઉમેદવારીના દિવસે તમામ તેમને સમર્થકોને પાઘડી પહેરી આવવા આહ્વાન કર્યું છે.હાઈકમાન્ડથી ક્લિનચીટ મળ્યા બાદ રૂપાલામાં આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહ્યાં છે. ઈકાલે જ આશાપુરા માતાજીના દર્શન કરી પરષોતમ રૂપાલાએ પ્રચાર શરૂ કર્યો છે.અલગ અલગ વિસ્તારોમાં જઈ રૂપાલાએ પ્રચંડ પ્રચાર કર્યો છે.


