- રૂપાલાને હટાવવાની માંગ સાથે ક્ષત્રિય સમાજમાં રોષ
- નજરકેદ રાખી આંદોલન બંધ કરવાનો પ્રયાસ
- પોલીસને સૂચના આપી નજરકેદ કરાયા : ગીતાબા
પરશોત્તમ રૂપાલાને હટાવવાની માંગ સાથે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં પોલીસની નજરકેદમાં રહેલા ગીતાબાએ આક્ષેપ કર્યા છે. સરકાર પર ગીતાબાએ આક્ષેપ કરતા જણાવ્યું છે પોલીસને સૂચના આપી નજરકેદ કરાયા છે. નજરકેદ રાખી આંદોલન બંધ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ગીતાબાએ ઘરે નવચંડી યજ્ઞ કરી વિરોધ વ્યક્ત કર્યો છે.
આંદોલનકારી ગીતાબા હજી પોલીસ નજરકેદમાં છે
પરષોત્તમ રૂપાલાને હટાવવાની માંગ સાથે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. જેમાં આંદોલનકારી ગીતાબા હજી પોલીસ નજરકેદમાં છે. તેથી ગીતાબાએ ઘરે નવચંડી યજ્ઞનું આયોજન કરી ઘરેથી વિરોધ કર્યો છે. નવરાત્રીમા માં સમાન દિકરીઓનું અપમાન કરનારા રૂપાલાને માતાજી બુદ્ધિ આપે તેમ ગીતાબાએ જણાવ્યું છે. નજરકેદ રાખી પોલીસ દમણ દ્વારા આંદોલનના કાર્યક્રમ ન થવા દેવાના પ્રયાસ કરાઇ રહ્યાં ના આક્ષેપ થઇ રહ્યા છે.
રાજપૂત સમાજના મહિલા આગેવાનનાં આકરા તેવર
કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક જાહેરસભામાં ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીક્ળ્યો છે. આ મામલે અમદાવાદ ખાતે રાજપૂત સમાજના મહિલા આગેવાનનાં આકરા તેવરમાં જણાવ્યું કે, રૂપાલાની ટિકિટ રદ થવી જોઇએ. રાજ્યભરમાં રૂપાલા સામે રાજપૂત સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અગાઉ આ મામલે અમદાવાદમાં રાજપૂત સમાજના મહિલા આગેવાન ગીતાબાએ જણાવ્યું કે, રૂપાલાની ટિકિટ રદ થાય,એજ અમારું સમાધાન છે. ગોંડલની બેઠકમાં સમાધાન નહીં કરવામાં આવે. સમાધાન સમસ્યાનું નિરાકરણ નહીં.
રાજપૂત સમાજે પરશોત્તમ રૂપાલાનો બહિષ્કાર કર્યો
આ સાથે જ રાજપૂત સમાજના મહિલા આગેવાને જણાવ્યું કે, રાજપૂત સમાજે પરશોત્તમ રૂપાલાનો બહિષ્કાર કર્યો છે. પાર્ટીને સમાજના મત જોઈએ તો ટિકિટ પરત લેવા માંગ ઉઠી છે. ભાજપ તરફથી રૂપાલા હશે તો તેમની હાર નક્કી છે. જેના માટે કોઈ સમાધાન નથી. નોંધનીય છેકે, અગાઉ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ એક સમાજના સ્નેહમિલન પ્રસંગે હાજરી આપતી વખતે તે સમાજને સારૂ લાગે તે માટે તેઓ ઝૂકયા નથી તેમ કહી મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી, બેટીના વ્યવહાર કર્યા હોવાનું નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.


