કણસાગરા કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી
વસ્તી, તેના પડકારો અને ટકાઉ વિકાસ અંગે માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
11 જુલાઈના રોજ કણસાગરા કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિશ્વની વસ્તી, તેના પડકારો તથા ટકાઉ વિકાસ અંગે જાગૃતિ લાવવાનો હતો. “વસ્તી માત્ર સંખ્યા નથી, પરંતુ યોગ્ય શિક્ષણ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને રોજગારની તકો મળે તો તે દેશની સૌથી મોટી માનવ મૂડી (Human Capital) બની શકે છે. સુશિક્ષિત, સ્વસ્થ અને કુશળ વસ્તી દેશના આર્થિક વિકાસ, ઉત્પાદનક્ષમતા, નવીનતા અને સામાજિક પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેથી વસ્તીને બોજ નહીં, પરંતુ વિકાસના શક્તિશાળી સાધન તરીકે જોવાની જરૂર છે.”
આ પ્રસંગે અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ ભારત, ચીન, અમેરિકા, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, નાઇજીરિયા, બ્રાઝિલ અને ભારતના જુદા જુદા રાજ્યો સહિત વિવિધ દેશોની અને રાજયોની વસ્તી દર્શાવતા 20 જેટલા ચાર્ટ તૈયાર કરી રજૂ કર્યા હતા. ચાર્ટના માધ્યમથી 75 વિધાર્થીઓ દ્વારા વિવિધ દેશોની વસ્તીની તુલના, વસ્તી વૃદ્ધિની સ્થિતિ તથા તેના આર્થિક અને સામાજિક પ્રભાવ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ પલાણે વિશ્વ વસ્તી દિવસનું મહત્વ સમજાવી જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપ્યો હતો. અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. રાજેન્દ્ર સેજલીયાજણાવ્યુ કે ભારતની અંદાજિત 142 કરોડની વસ્તી દેશ માટે પડકારની સાથે એક વિશાળ તક પણ છે. જો આ વસ્તીને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને પૂરતી રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવે, તો તે ભારતના આર્થિક વિકાસ, નવીનતા, ઉત્પાદનક્ષમતા અને ‘વિકસિત ભારત 2047’ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છેમાર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પુષ્પાબેન સોલંકીએ માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે માં રેણુકા ચાવડા દ્વારા યુવા અને કુશળ માનવશક્તિ ભારતની સૌથી મોટી મૂડી છે, જે આપ સર્વે વિધાર્થીઓ દેશને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડી શકો છો !!! કાર્યક્રમમાં કોલેજના કોમર્સ વિભાગના અધ્યક્ષ રમેશ ગાવીત અને સમગ્ર અધ્યાપકગણ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.


