બેસ્ટ મયુર ભજીયામાંથી સડેલા શાકભાજી, બ્રેડનો જથ્થો ઝડપાયો
વિરમણી સ્વીટમાંથી ફૂગવાળો માવો, સડેલા બટેટા-શાકભાજી, પડતર મસાલો સહિત ૯૧ કિલો ખોરાકનો નાશ કરી પેઢીને સીલ મરાયું : ૬૬ પેઢીમાંથી ૨૧૮ કિલો વાસી પદાર્થ મળ્યો, ૧૭ સ્થળેથી નમૂના લેવાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 66 પેઢી/ રેસ્ટોરન્ટ ની તપાસ કરી 218 Kg અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ 26 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ હાઈજેનિક કન્ડિશન તથા પસ્તીના વપરાશ બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ રૂ.42,000/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા fssai એક્ટ હેઠળ 17 નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
જનકલ્યાણ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી,શોપ નં.-4, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ “વિરમણી સ્વીટ્સ & નમકીન” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી, અખાદ્ય, ફૂગ વાળો માવો, એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા/શાકભાજી, પડતર મસાલા, ચારોળીનો પ્રતિબંધિત કલર કેમિકલ્સ, કચોરીનો મસાલો, પડતર ગુલફી, વાસી પ્રિપેર્ડ ફૂડ, પ્રિપેર્ડ સમોસા/કચોરીનો માવો કુલ મળીને અંદાજિત 91 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી છે.
બેસ્ટ મયુર ભજીયા, અજંતા પાર્ક ચંદ્રમૌલેશ્વર મહાદેવ સામે, એક્સપાયરી ડેટ પાણીની 200ml, 1-લિટરની પેકડ 350 બોટલ મળી કુલ 100 લી. તથા બ્રેડનો જથ્થો, 6kg સડેલા શાકભાજીનો નાશ કરી રૂ.500/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ મીઠી ચટણી (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ છે. ભગવતી ફરસાણ & સ્વીટ માર્ટ: આશા જીલ એપાર્ટમેન્ટ, ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ, નોટિસ: ખુલ્લા ખાદ્ય ચીજો રાખવા તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.₹₹5,000/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.
ઉપરાંત વિશાલ સેલ્સ એજન્સીમાં, જય બાલાજી ફરસાણ માર્ટમાંથી શ્રી દ્વારિકાધીશ ખમણ હાઉસમાંથી, આશા ફરસાણમાંથી ક્રિષ્ના સેલ્સ એજન્સીમાંથી, શ્રી લક્ષ્મી લાઈવ પટ્ટી સમોસા, જલિયાણ ફરસાણ એન્ડ નમકીનમા, આઈ શ્રી ખોડીયાર ફરસાણ સ્વીટમાં રાજશક્તિ ગાંઠિયામાં, રમેશ સ્વીટ ફરસાણ માર્ટમાં, મોમાંઇ ફરસાણ માર્ટમાંથી, શ્રીનાથજી સાબુદાણા ફરાળી ખિચડીમાં, મનીષ ફરસાણ & સ્વીટમાં, બાલાજી ભવાની ફરસાણમાં, બાલાજી અમુલ પાર્લરમાં, મહાલક્ષ્મી સ્વીટ એન્ડ નમકીનમાંથી, કૈલાશ ફરસાણમાંથી, બાલાજી ફરસાણમાંથી, જય અંબે દાળપકવાન, અનિલ સમોસા, રમેશ સ્વીટ એન્ડ ફરસાણ, શ્રીનાથજી પાણીપુરી ગોંડલ રોડ ચોકડી પાસે આવેલ પેઢી માંથી 2 kg વાસી કાપેલી ડુંગળીનો નાશ કરી પ્રિન્ટેડ પસ્તીના વપરાશ અંગે નોટિસ, જયરાજ દાબેલી કોઠારીયા રોડ, માલધારી ફાટક પાસે આવેલ પેઢી માંથી3 kg બાફેલા બટેટા નો માવો તથા 1kg વાસી ચટણી નાસ કરી પ્રિન્ટેડ પસ્તીના વપરાશ અંગે નોટિસ આપવામાં આવેલ છે.
રામેશ્વર ફરસાણ, ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા, જલારામ નાઇલોન ખમણ, ઇટાલિયન બેકરી, શ્રીરાજ ડેરી ફાર્મ, તિરુપતિ દાળપકવાન, અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ, , કૌશિક કાકાના ગાંઠીયા, રાધિકા ડેરી ફાર્મ, સીયારામ ફરસાણ, શ્રીનાથજી ફરસાણ માર્ગ, શિવ અમૂલ પાર્લર, જય દ્વારકાધીશ ડેરી ફાર્મ એન્ડ કેક શોપ, રાધે ડેરી ફાર્મ, ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ, બજરંગ ડેરી પ્રોડક્ટ, ભેરુનાથ નમકીન, સાધના ભેળ, ધારેશ્વર ફરસાણ, જોકર ગાંઠિયા, ઉમિયા ફરસાણની પેઢીની સ્થળ તપાસ કરવામાં આવી હતી.
દૂધના નમૂના લેવાયા
કૈલાશ ફરસાણ માર્ટ, મધુરમ ડેરી ફાર્મ, જય દ્વારકાધીશ ડેરી ફાર્મ, શ્રી વૃંદાવન ડેરી ફાર્મ, ગંગોત્રી ડેરી ફાર્મ, શ્રી બંસીધર ડેરી ફાર્મ, શ્રી રાધે ડેરી ફાર્મ, મોમાઈ ડેરી ફાર્મ, દ્વારિકાધીશ ડેરી ફાર્મ, વિશાલ ડેરી ફાર્મ, વૃંદાવન ડેરી ફાર્મ, રીયલ ડેરી ફાર્મ, ધારેશ્વર ડેરી ફાર્મ, શ્રીરાજ ડેરી ફાર્મ, વૃંદાવન ડેરી ફાર્મ, ગોપાલ ડેરી ફાર્મમાંથી નમૂના લેવાયા હતા.


